AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

London News: લંડનમાં વહેલી સવારે બે પબમાં આગ લાગી, પોલીસે આ આગને શંકાસ્પદ ગણાવી

એક નિવેદનમાં Met પોલીસે કહ્યું કે, આગને શંકાસ્પદ માનવામાં આવે છે. સાથે જ Met અને લંડન ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ અંગે પ્રાથમિક તબક્કે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. લંડન ફાયર બ્રિગેડ (LFB) એ જણાવ્યું હતું કે, સેન્ટ જેમ્સ રોડ પરના વિંડ મીલમાં સવારે લગભગ 5.44 કલાકે આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી.

London News: લંડનમાં વહેલી સવારે બે પબમાં આગ લાગી, પોલીસે આ આગને શંકાસ્પદ ગણાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 7:42 PM
Share

લંડનમાં પોલીસે કહ્યું છે કે, ક્રોયડનની આસપાસના બે પબમાં લાગેલી આગને (Fire) શંકાસ્પદ ગણવામાં આવી રહી છે. ફાયર ફાઈટરને  (Fire Fighter) ગુરુવારે સવારે વિંડ મીલ અને ડ્રમ એન્ડ મંકી પબ ખાતે અલગ અલગ આગની ઘટના માટે બોલાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, વિંડ મીલ 2021માં £1.5 મિલિયનમાં વેચાણ માટે હતો, જ્યારે ડ્રમ એન્ડ મંકી £650,000માં ઓફર હેઠળ હતો.

વિંડ મીલમાં સવારે લગભગ 5.44 કલાકે આગ લાગી

એક નિવેદનમાં Met પોલીસે કહ્યું કે, આગને શંકાસ્પદ માનવામાં આવે છે. સાથે જ Met અને લંડન ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ અંગે પ્રાથમિક તબક્કે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. લંડન ફાયર બ્રિગેડ (LFB) એ જણાવ્યું હતું કે, સેન્ટ જેમ્સ રોડ પરના વિંડ મીલમાં સવારે લગભગ 5.44 કલાકે આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી.

બીજી આગ ગ્લુસેસ્ટર રોડ પર સવારે 6.24 લાગી હતી

ઘટના સ્થળ પર લગભગ 60 ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં મિલકતની છત આંશિક રીતે બળી ગઈ હતી. આગનો સામનો કરવા માટે બ્રિગેડની 32-મીટર ટર્નટેબલ સીડીમાંથી એકનો ઉપયોગ પાણીના ટાવર તરીકે કરવામાં આવ્યો હતો. બીજી આગ માત્ર 200 યાર્ડ દૂર ગ્લુસેસ્ટર રોડ પર ડ્રમ એન્ડ મંકી ખાતે સવારે 6.24 વાગ્યે નોંધાઈ હતી.

આ પણ વાંચો : London News: બાળકો પર છત તૂટી પડવાથી દક્ષિણ લંડનની એક ખાનગી શાળાને £80,000 નો દંડ ફટકારવામાં આવ્યો

આગને કાબૂમાં લેવામાં આવી

આ આગમાં પણ કોઈ ઈજાના અહેવાલ નથી, આગ લાગવાથી પ્રથમ અને બીજા માળ બળીને ખાક થયો હતો. આ ઘટનામાં 6 ફાયર બ્રિગેડ અને 40 ફાયર ફાઈટરો ઘટના સ્થળે હાજર હતા. LFBએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવામાં આવી અને હવે તેનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">