London News: બકિંગહામ પેલેસમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવા બદલ એક શંકાસ્પદની ધરપકડ, રોયલ મ્યૂઝમાં જવા માંગતો હતો આરોપી
London News: લંડનમાં બકિંગહામ પેલેસમાં (London Buckingham Palace) પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રોયલ મ્યુઝમાં પ્રવેશવા માટે દિવાલ પર ચડી ગયો હતો. આ પહેલા પણ બકિંગહામ પેલેસની સુરક્ષાનો ભંગ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર આ પ્રમાણેની ઘટના બની છે. લંડન સ્થિત બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે.

London News: એક અહેવાલ મુજબ લંડનમાં બકિંગહામ પેલેસની (London Buckingham Palace) એક જગ્યા પાસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા અધિકારીઓનો દાવો છે કે આરોપી શનિવારની વહેલી સવારે રોયલ મ્યુઝમાં પ્રવેશવા માટે દિવાલ પર ચઢી ગયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ શંકાસ્પદ યુવક સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 1.25 વાગ્યે દિવાલ પર ચઢીને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારબાદ તેને રોયલ મ્યુઝની બહારથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે તે વ્યક્તિ પેલેસ ગાર્ડન્સ સુધી પહોંચી શક્યો ન હતો.
પોલીસના જણાવ્યા મુજબ સંરક્ષિત સ્થળ પર પેશકદમી કરવા બદલ સંગઠિત અપરાધ અને પોલીસ અધિનિયમ હેઠળ ધરપકડ કર્યા બાદ શંકાસ્પદને લંડન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ ઘટના સમયે બકિંગહામ પેલેસમાં શાહી પરિવારનો કોઈ સભ્ય હાજર ન હતો.
રોયલ મ્યુઝ શું છે?
રાજવી પરિવારના સભ્યોના વાહનો અને આધુનિક કાર રોયલ મ્યુઝમાં જ રાખવામાં આવે છે. ઘોડાઓ અને ગાડીઓથી લઈને આધુનિક કાર સુધી, રાજવી પરિવારના સભ્યોની મુસાફરીની વ્યવસ્થા રોયલ મ્યુઝ દ્વારા કરવામાં આવે છે.
બકિંગહામ પેલેસ શું છે?
લંડનમાં સ્થિત બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે. આ મહેલ રાજવી પરિવારની ખાનગી મિલકત નથી, પરંતુ તે બ્રિટિશ સરકારની માલિકીનો છે. વર્ષ 1703 માં, બકિંગહામના ડ્યુકે લંડનમાં રહેવા માટે એક વિશાળ ટાઉન હાઉસ બનાવ્યું. આજે તે બકિંગહામ પેલેસ તરીકે ઓળખાય છે. મહેલની સુરક્ષા એવી છે કે સુરક્ષા અધિકારીઓની પરવાનગી વિના અહીં એક પક્ષી પણ મારી શકાતું નથી..
આ પણ વાંચો: Sweden News: વર્ક પરમિટ માટેની પગાર મર્યાદામાં કરાયો ફેરફાર, જાણો શું છે નવી જાહેરાત
આ પહેલા પણ બકિંગહામ પેલેસની સુરક્ષાનો કરવામાં આવ્યો હતો ભંગ
આ પહેલા પણ બકિંગહામ પેલેસની સુરક્ષાનો ભંગ કરવામાં આવ્યો છે. 1982 માં કિંગહામ પેલેસમાં ઘૂસણખોરીએ વિશ્વને હેરાન દીધું હતું, જ્યારે માઈકલ ફેગન નામનો વ્યક્તિ રાણી એલિઝાબેથ II ના બેડરૂમમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો