London News : જાહેરમાં મર્ડર, 15 વર્ષની કિશોરીની ચાકુ મારીને હત્યા, UK પોલીસે વિસ્તાર કર્યો સીલ, જુઓ Video
બ્રિટનના સાઉથ લંડન વિસ્તારમાં બુધવારે એક 15 વર્ષની કિશોરીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે એક કિશોરી પર છરી મારવામાં આવે છે. આ પછી, સ્થાનિક પોલીસ અને મેડિકલ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ગયો હતો. કિશોરીને ઝડપી અને સારી સારવાર આપવા માટે એર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી.

London News: બ્રિટનના સાઉથ લંડન વિસ્તારમાં બુધવારે એક 15 વર્ષની કિશોરીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત યુવતીને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. પોલીસે હત્યાના આરોપમાં એક કિશોરની ધરપકડ કરી છે.
પોલીસને સવારે 8.30 વાગે માહિતી મળી હતી
ન્યૂઝ સાઇટ ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ ઘટના દક્ષિણ લંડનના ક્રોયડનમાં વેલેસ્લી રોડ પર સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે એક કિશોરી પર છરી મારવામાં આવે છે. આ પછી, સ્થાનિક પોલીસ અને મેડિકલ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ગયો હતો. કિશોરીને ઝડપી અને સારી સારવાર આપવા માટે એર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી.
બ્રિટન પોલીસે કહ્યું: અમે પીડિતાના પરિવાર સાથે છીએ
એક વરિષ્ઠ બ્રિટિશ પોલીસ અધિકારીએ કહ્યું કે અમારી સહાનુભૂતિ કિશોરીના પરિવાર સાથે છે, જેઓ આ સમયે સૌથી દુ:ખદ ક્ષણોનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારા અધિકારીઓ કિશોરીના પરિવારને ટેકો આપવા અને સાંત્વના આપવા તેમની સાથે છે. અધિકારીઓ પણ સ્થાનિક લોકોના સંપર્કમાં છે. જેથી હું તેમની પાસેથી અપડેટ લઈ શકું અને અપડેટ કરી શકું.
Police sniffer dogs in Croydon where a 15 year old girl had been stabbed to death on a bus during morning rush hour
A boy who knows the victim has been arrested by @metpoliceuk
@itvnews pic.twitter.com/euzE2c6UDl
— Charlotte Gay (@CharlotteGay_) September 27, 2023
સવા કલાકમાં આરોપીની ધરપકડ
તેમણે કહ્યું કે સવારે 8.30 વાગ્યે વેલેસ્લી રોડ પર ઈમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી. જોકે ઘણા પ્રયત્નો છતાં કિશોરીને બચાવી શકાઈ ન હતી, પોલીસે ઘટનાના લગભગ એક કલાક અને 15 મિનિટ પછી કિશોરીની હત્યાના આરોપમાં એક કિશોરની ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે છોકરો પહેલાથી જ યુવતીને ઓળખતો હતો.
પોલીસે વિસ્તારને સીલ કરી દીધો હતો
પોલીસે ઘટના સ્થળને તપાસ માટે સીલ કરી દીધું છે. વેલેસ્લી રોડ પરના વ્હીટગિફ્ટ શોપિંગ સેન્ટરની બહાર પોલીસના ઘેરા ફરતે સફેદ તંબુ ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત, રૂટ 60 પર એક ડબલ ડેકર બસ, ત્રણ પોલીસ વાહનો અને લગભગ 12 અધિકારીઓ કોર્ડનની અંદર તપાસ કરી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે હુમલો બસ પર થયો હોઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો