Joe Biden Oath Ceremony: અમેરિકી ઈતિહાસના સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ બનશે જો બાઈડન

Rahul Vegda

|

Updated on: Jan 20, 2021 | 4:56 PM

જો બાઈડન આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. આ સાથે તે દેશના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પણ બનશે.

Joe Biden Oath Ceremony: અમેરિકી ઈતિહાસના સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ બનશે જો બાઈડન

Follow us on

જો બાઈડન આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. આ સાથે તે દેશના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પણ બનશે. નવેમ્બર 2020માં તે 78 વર્ષના થઈ ગયા છે. તમને અહીં એ પણ જણાવી દઈએ કે તેમના પહેલા સૌથી પહેલા વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા.

joe Biden Oath Ceremony:

ભારતીય મૂળના કમલા હેરિસ સાથે જો બાઈડન

બાઈડનનું પૂરું નામ જોસેફ આર બાઈડન છે. આ પહેલા તેમણે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વહીવટીતંત્રમાં ઉપ-રાષ્ટ્રપતિની ભૂમિકા પણ નિભાવી છે. બાઈડેન સરકારમાં ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અમેરિકન ઈતિહાસનો આ 59મો શપથ ગ્રહણ સમારોહ હશે. અમેરિકન ઈતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે આટલો વિવાદ ઉભો થયો. જો કે, કેપિટોલ બિલ્ડિંગમાં 6 જાન્યુઆરી 2021માં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે એક મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીની જીત બાદ તેના વતન વિલ્મિંગ્ટન, ડેલાવરમાં ઉત્સવનું વાતાવરણ છે. વિજય પછી તેમણે અહીં ભાષણ પણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે યુનાઈટેડ સ્ટેટ્સને એક થવા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકામાં આ સમય મુશ્કેલીઓ મટાડવાનો સમય છે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકાને વિભાજીત કરવા માંગતા નથી. તેઓ દેશને રેડ સ્ટેટ અને બ્લુ સ્ટેટમાં જોવા માંગતા નથી, પરંતુ એક રાષ્ટ્ર તરીકે જ જોવા માંગે છે.અહીંની તેની લાલ અને બ્લૂ રાજ્યનો અર્થ રિપબ્લિન અને ડેમોક્રેટ્સ હતો.

joe Biden Oath Ceremony:

જોસેફ રોબિનેટી બાઈડનનો જન્મ પેનસિલ્વેનીયામાં 1942માં થયો હતો. આ પછી તેમનો પરિવાર ડેલવેર ગયો. 29 વર્ષની ઉંમરે તે સેનેટમાં જોડાનારા સૌથી યુવા સેનેટર બન્યા. એક અઠવાડિયા પછી તેમની પત્ની નીલિયા અને પુત્રી નાઓમી એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા, જ્યારે તેમના પુત્રો હન્ટર અને બૌઉ ગંભીર રીતે ઘાયલ થયા. સેનેટર તરીકે શપથ લેતાં તે સમયે તેમનો પુત્ર હોસ્પિટલમાં હતો. પછીના પાંચ વર્ષ સુધી તેમણે એકલા હાથે પોતાના બંને બાળકોની સંભાળ રાખી. આમાં તેમને બહેન બેહાનીએ ટેકો આપ્યો હતો.

ત્યારબાદ તેમણે 17 જૂન 1977માં જીલ સાથે લગ્ન કર્યા. આનાથી 1981માં તેઓની એક પુત્રી એશલીનો જન્મ થયો હતો. વર્ષ 2020માં તેમણે ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. અગાઉ તેઓએ બે વાર હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પ્રથમ 1988માં આ માટે લડ્યા અને ત્યારબાદ 2008માં તેઓ બીજીવાર આ પદના દાવેદાર તરીકે સામે આવ્યા હતા.

બાઈડન 2008થી 2016 દરમિયાન ઓબામાના વહીવટીતંત્રમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા. બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ એક હજાર લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. તેમાં કોંગ્રેસના સભ્યો અને અન્ય લોકો પણ શામેલ થશે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ આ સમારોહમાં ભાગ લેશે નહીં. ચાલો તમને જણાવી દઇએ કે તે અમેરિકન ઇતિહાસની એક સિસ્ટમ છે કે જ્યારે પણ કોઈ નવા રાષ્ટ્રપતિ શપથ લે છે, ત્યારે જૂના રાષ્ટ્રપતિ તેની પાછળ બેસે છે. જેનો એ મતલબ થાય છે સતત એક હાથમાંથી બીજા હાથમાં જઈ રહી છે, જે શાંતિથી અને પ્રેમથી સતા સોંપવાની વાત છે. પરંતુ આ વખતે આ થશે નહીં.

આ પણ વાંચો: કાશી-કાબા એક હૈ, એક હૈ રામ-રહીમ: મુસ્લિમ રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે 8 લાખનુ અનુદાન

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati