કોરોનાને લઇને જો બાયડેનનો માસ્ટર પ્લાન, વેક્સિન નહી લેનાર લોકોની પણ કરી આલોચના
દરેક ખાનગી કંપનીઓ કે જ્યાં 100 અથવા તો તેનાથી વધુ કર્મચારીઓ છે, ત્યાં સાપ્તાહિક ટેસ્ટિંગ અથવા તો વેક્સિનેશન જરૂરી છે. આ માટે કંપની માલિકોએ વેક્સિનેશન માટે કર્મચારીઓને રજા આપવી પડશે.
અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડેને (Joe Biden) ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) વિરુદ્ધના યુદ્ધમાં નવો એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. વ્હાઇટ હાઉસ (White House) સ્પીચમાં તેમણે કહ્યુ કે, દેશમાં વેક્સિનેશનથી (Vaccination) લઇને માસ્ક પહેરવા અને બૂસ્ટર ડોઝને (Booster Dose) લઇને આદેશ જાહેર કરવામાં આવ્યા છે. વેક્સિન નહીં લેનાર અમેરીકી નાગરીકોને પણ જો બાયડેને ફ્ટકાર લગાવી છે. તેમણે કહ્યુ કે વેક્સિન નહીં લેવાની કિંમત બધાએ ચૂકવવી પડે છે.
તેમણે ક્હયુ કે, અમે બધા વેક્સિન લઇ ચૂકેલા કર્મચારીઓ અને વેક્સિન ન લીધી હોય તેવા કર્મચારીઓને સુરક્ષિત કરવા જઇ રહ્યા છીએ. જાણકારોનું કહેવું છે કે શરૂઆતમાં જનાદેશ લાગુ કરવામાં અનિચ્છુક જોવા મળેલા બાયડેન હવે આધુનિક ઇતિહાસના કોઇ પણ રાષ્ટ્રપતિની સરખામણીમાં વધુ આક્રમક રીતે આગળ વધી રહ્યા છે. તેમણે સ્પષ્ટ પણે કહી દીધુ છે કે બધા જ સંઘીય કર્મચારીઓ અને ઠેકેદારોને વેક્સિન લેવી જરૂરી છે.
એ દરેક ખાનગી કંપનીઓ કે જ્યાં 100 અથવા તો તેનાથી વધુ કર્મચારીઓ છે ત્યાં સાપ્તાહિક ટેસ્ટિંગ અથવા તો વેક્સિનેશન જરૂરી છે. આ માટે કંપની માલિકોએ વેક્સિનેશન માટે કર્મચારીઓને રજા આપવી પડશે.
રાષ્ટ્રપતિએ કહ્યુ કે, હોસ્પિટલો, ક્લિનિક અને અન્ય જગ્યાઓ પર તૈનાત લગભગ 1.7 કરોડ સ્વાસ્થ્યકર્મીઓનું વેક્સિનેશન જરૂરી છે. મોટા સ્ટેડિયમ, કોન્સર્ટ હોલ અને મોટા કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતી જગ્યાઓ પર નેગેટિવ કોવિડ ટેસ્ટ અથવા તો વેક્સિનેશનનું સર્ટીફિકેટ બતાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે આંતરરાજ્ય યાત્રાઓ અને સંઘીય ભવનોમાં માસ્ક અનિવાર્ય રહેશે. સાથે જ બાયડેને આદેશ આપ્યા છે કે માસ્ક પહેરવાની મનાઇ ફરમાવતા હવાઇ, ટ્રેન અને અન્ય યાત્રીઓ પાસે બે ગણો દંડ વસૂલવામાં આવશે.
પોતાના ભાષણ દરમિયાન તેમણે વેક્સિન નહી લેનાર લોકોની ખૂબ આલોચના કરી. તેમણે ક્હયુ કે, અમે ઘૈર્ય રાખ્યુ પરંતુ હવે અમારુ ધૈર્ય કમજોર થઇ રહ્યુ છે અને તમારા કારણે કિંમત બધાએ ચૂકાવવી પડે છે.