ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહને બનાવ્યું નિશાન, હવાઈ હુમલામાં 100ના મોત, 400 ઘાયલ

|

Sep 23, 2024 | 7:40 PM

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બન્યો છે. ઇઝરાયેલની સેનાએ લેબનોનના દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં જોરદાર હવાઈ હુમલા કર્યા છે. મળતી માહિતી મુજબ ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહની 300 જગ્યાઓને નિશાન બનાવી છે. આ હુમલાઓમાં 100 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહને બનાવ્યું નિશાન, હવાઈ હુમલામાં 100ના મોત, 400 ઘાયલ

Follow us on

ઇઝરાયેલી સેનાએ લેબનોનના દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલની સેના અનુસાર આ વિસ્તારોમાં હિઝબુલ્લાહની લગભગ 300 જગ્યાઓને નિશાન બનાવવામાં આવી છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ, લેબનોને કહ્યું છે કે આ હુમલાઓમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે જ્યારે 400 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ હુમલા પહેલા ઈઝરાયેલની સેનાએ લેબેનોનના લોકોને વિસ્તાર ખાલી કરવા માટે સંદેશો જાહેર કર્યો હતો. લેબનોનના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, બેરૂત સહિત ઘણા વિસ્તારોમાં લોકોને લેન્ડલાઈન કોલ મેસેજ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેમાં હવાઈ હુમલાથી બચવા માટે ઈમારતોને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઇઝરાયેલી સેનાએ લેબનોનના ડઝનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઇઝરાયેલની સેનાએ મજદલ સલેમ, હુલા, તૌરા, ક્લેલેહ, હરિસ, નબી ચિટ, હરબતા સહિતના ઘણા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે.

અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન
5 મિનિટમાં જાણો ઘી અસલી છે કે નકલી
ઊંડા શ્વાસ (Deep Breathing) થી શરીરને થાય છે આ 5 ચોંકાવનારા ફાયદા
હળદર અને નાળિયેરનું તેલ મિક્સ કરી શરીર પર લગાવવાના 6 ગજબ ફાયદા, જાણો

મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ, બાળકોનો સમાવેશ

લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, આ હુમલાઓમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે, જ્યારે 400 જેટલા લોકો ઘાયલ થયા છે.

IDFના પ્રવક્તાએ હુમલાની આપી માહિતી

મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલ સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું છે કે, ઇઝરાયેલ બેકા ઘાટીમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ મોટા પાયે હુમલાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ડેનિયલ હગારીને જમીની સૈન્ય કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ઇઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલા શરૂ કર્યા છે. હગારીએ કહ્યું કે લેબનોનના લોકોએ પોતાની સુરક્ષા માટે જોખમી વિસ્તારો ખાલી કરવા જોઈએ કારણ કે ઈઝરાયેલની સેના હિઝબુલ્લા વિરુદ્ધ મોટા પાયે હુમલો કરવા જઈ રહી છે.

ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે તણાવ વધ્યો

ગયા અઠવાડિયે 17 અને 18 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજર અને વોકી-ટોકી વિસ્ફોટો પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. રવિવારે હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ નાઈસ કાસમે પણ કહ્યું હતું કે, તેમના લડવૈયાઓ અને ઈઝરાયેલ વચ્ચે સીધુ યુદ્ધ શરૂ થઈ ગયું છે.

હકીકતમાં, લગભગ એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે, હિઝબુલ્લા ઇઝરાયેલના ઉત્તરીય ક્ષેત્રમાં સતત હુમલા કરી રહ્યું છે, જેના કારણે લગભગ 60 હજાર યહૂદીઓ આ વિસ્તાર છોડી ગયા છે, તાજેતરમાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, આ લોકોનું પુનર્વસન કરવું એ નવા યુદ્ધ લક્ષ્યોમાંથી એક છે.

Next Article