AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Islamic State Chief Dead: આઈએસઆઈએસ ચીફ અબુ હુસૈન અલ-કુરેશી માર્યો ગયો, તુર્કીએ સીરિયામાં ઘૂસીને આતંકીને માર્યો

તુર્કીએ સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના વડા અબુ અલ-હુસૈન અલ-હુસૈની અલ-કુરેશીની હત્યા કરી નાખી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ જાણકારી આપી છે.

Islamic State Chief Dead: આઈએસઆઈએસ ચીફ અબુ હુસૈન અલ-કુરેશી માર્યો ગયો, તુર્કીએ સીરિયામાં ઘૂસીને આતંકીને માર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 4:20 PM
Share

તુર્કીની ગુપ્તચર સંસ્થાએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના શંકાસ્પદ ચીફને મારી નાખ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું કે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ચીફ માર્યો ગયો છે. આતંકવાદી અબુ અલ-હુસૈન અલ-હુસૈની અલ-કુરેશી જે અબુ હુસૈન અલ-કુરેશી તરીકે જાણીતો હતો. તેણે ફેબ્રુઆરીમાં ઈસ્લામિક સ્ટેટની કમાન સંભાળી હતી. એર્દોગને ટીઆરટી તુર્કને જણાવ્યું કે, શનિવારે રાત્રે તુર્કીની એમઆઈટી ગુપ્તચર એજન્સી દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી માર્યો ગયો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તે જ સમયે, ઇસ્લામિક સ્ટેટે હજુ સુધી તેના વડાની હત્યા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે MIT ગુપ્તચર એજન્સી અલ-કુરેશી પર લાંબા સમયથી નજર રાખી રહી હતી. તેમણે કહ્યું કે અમે કોઈપણ ભેદભાવ વિના આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી ચાલુ રાખવા જઈ રહ્યા છીએ. તુર્કિયે લાંબા સમયથી સીરિયાની અંદર ઘૂસીને ઈસ્લામિક સ્ટેટ સામે લડાઈ કરી રહી છે. તેમનો ઈરાદો તેમના દેશની સરહદ અને સીરિયા વચ્ચે એક બફર ઝોન બનાવવાનો છે, જ્યાં સીરિયન શરણાર્થીઓને સ્થાયી કરી શકાય.

ઓપરેશન ક્યાં થયું?

સીરિયન સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે આ ઓપરેશન સીરિયાના ઉત્તરી નગર જંદારિશમાં કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર તુર્કીની સરહદની ખૂબ નજીક છે. એવી આશંકા છે કે આતંકવાદીને ઘેરી લેવામાં આવ્યો છે અને માર્યો ગયો છે. જોકે, આતંકીના મોત સિવાય સત્તાવાર રીતે અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.

ઈસ્લામિક સ્ટેટના આ આતંકીઓ પણ માર્યા ગયા હતા

આ પહેલા ફેબ્રુઆરીમાં ઈસ્લામિક સ્ટેટના વડા અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીએ પોતાના પરિવાર સાથે પોતાની જાતને ઉડાવી દીધી હતી. યુએસ સ્પેશિયલ ફોર્સ સાથે લાંબા સમય સુધી એન્કાઉન્ટર કર્યા પછી, જ્યારે આતંકવાદી તેના પરિવાર સાથે તેના ઠેકાણા પર ઘેરાયેલો હતો, ત્યારે તેણે પોતાને ઉડાવીને મારી નાખ્યો.

આ પણ વાંચો : Pakistan Rains: વરસાદને કારણે બલુચિસ્તાન-ક્વેટાની ખરાબ હાલત, વીજળી પડવાથી 4ના મોત, અનેક મકાનો ધરાશાયી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને તે સમયે કહ્યું હતું કે આ ઓપરેશન દ્વારા વિશ્વ માટે એક મોટા આતંકવાદી ખતરાનો નાશ કરવામાં આવ્યો છે. નવેમ્બરમાં, આતંકવાદી જૂથે તેના નેતા અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરેશીના મૃત્યુની પણ જાહેરાત કરી હતી. યુએસએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ સીરિયામાં બળવાખોર ફ્રી સીરિયન આર્મી દ્વારા ઑક્ટોબરના મધ્યમાં એક ઓપરેશનમાં તે માર્યો ગયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">