Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત

TV9 GUJARATI

|

Updated on: Sep 05, 2021 | 4:05 PM

વિશ્વભરમાં આતંકવાદી સંગઠન ISIS એ ફરી એક વખત હુમલા કરવાનુ (Attack)શરૂ કર્યુ છે. ત્યારે રવિવારે ઇરાક પર હુમલો કરવામાં આવ્યો છે, જેને આ વર્ષનો સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે.

Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત
ISIS attack on Iraq

Follow us on

Attack In Iraq :  વૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS એ ઇરાકના ઉત્તરમાં આવેલા કિરકુક શહેરમાં ચેકપોઇન્ટ પર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 13 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. સુરક્ષા સંબંધિત સૂત્રોએ આ હુમલાની પુષ્ટિ કરી છે. ત્યારે ઇરાક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, “આ હુમલો રવિવારે વહેલી સવારે થયો હતો. ISIS ના આતંકવાદીઓ સતત ઇરાકની પોલીસ અને સેનાને નિશાન બનાવી રહ્યા છે.” આ હુમલાને (Attack) આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર આ હુમલો કિરકુક શહેરના અલ-રશાદ વિસ્તારમાં થયો હતો. અધિકારીએ આ હુમલા અંગે જણાવ્યુ કે, “ISIS ના સભ્યોએ ફેડરલ પોલીસ ચોકીને (Fedaral police Staion)નિશાન બનાવી છે. જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. જો કે ISIS એ હુમલાની જવાબદારી હજુ સુધી સ્વીકારી નથી.”

ISIS સતત ઈરાક પર હુમલા કરી રહ્યું છે

ઈરાકની સરકારે 2017 ના અંતમાં જણાવ્યુ હતું કે તેણે આતંકવાદી સંગઠન  ISISને હરાવી દીધું છે, પરંતુ તેની પાસે સ્લીપર સેલ છે જેની મદદથી તે સુરક્ષા દળો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. આતંકવાદીઓ ઉત્તરીય ઇરાકમાં ઇરાકી સૈન્ય અને પોલીસને (Police)નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 19 જુલાઈના રોજ, ISIS એ સદર શહેરના અલ-વોહલેટ બજાર પર હુમલો કર્યો હતો અને સત્તાવાર રીતે જવાબદારી લીધી હતી. આ હુમલામાં 30 લોકોના મોત થયા હતા.

ISIS ને હરાવવાનો પ્રયાસ

ઈરાકમાં આંતરરાષ્ટ્રીય ગઠબંધન સૈનિકોની સંખ્યા હાલમાં 3,500 છે, જેમાંથી 2,500 યુએસ સૈનિકો છે. આ તમામ સૈનિકો ISIS ને હરાવવાના પ્રયાસોમાં રોકાયેલા છે. પરંતુ અમેરિકી સરકારે (America)તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે આ દેશમાંથી તેના સૈનિકોને ઘટાડશે. જે બાદ યુએસ મિલિટરીનું કામ માત્ર ઇરાકી સુરક્ષા દળોને તાલીમ અને સલાહ આપવાનું રહેશે. 29 ઓગસ્ટના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને  (President Emanuel Macron)ઇરાકી કુર્દિસ્તાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે ઇરાક અને સીરિયા બંનેમાં ISISના આતંક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: New Zealandમાં 6 મહિના બાદ કોરોનાથી પ્રથમ મોત, સરકારે લાગુ કર્યા કડક પ્રતિબંધ

આ પણ વાંચો: પાકિસ્તાનને અર્થવ્યવસ્થા સાચવવાના પણ ફાંફા, ઈમરાન ખાનની પ્રજાને ટેક્સ ભરવા અપીલ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati