પાકિસ્તાનને અર્થવ્યવસ્થા સાચવવાના પણ ફાંફા, ઈમરાન ખાનની પ્રજાને ટેક્સ ભરવા અપીલ
ઈમરાન ખાને એ વાતને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ કે લોકો ટેક્સ નથી ભરતા અને પછી સુવિધાઓની માંગણી કરે છે. તેમણે કહ્યુ કે એવા લોકો એક પણ કામ સારુ નથી કરતા તેમ છતા જન્નતમાં જવા માંગે છે.
પાકિસ્તાન (Pakistan)ની અર્થવ્યવસ્થા (Economy) ધરાશાયી થઈ રહી છે તેમજ ઈમરાન ખાન (Imran Khan)ની સરકાર પર પણ સતત દબાણ ઉભુ થઈ રહ્યુ છે. એજ કારણ છે કે હવે ઈમરાન ખાને જનતાને એક અપીલ કરી છે. રાજધાની ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં ભાષણ દરમિયાન તેમણે પાકિસ્તાની જનતાને અપીલ કરી છે કે તેઓ ટેક્સ ભરે, જો તેઓ દેશને સમૃદ્ધ અને ખુશહાલ જોવા માંગતા હોય તો તમારે ટેક્સ ભરવો પડશે, જેથી અમે પ્રાથમિક માળખામાં સુધારો કરી શકીએ. તેની મદદથી શિક્ષણ, સ્વાસ્થ્ય, સારા રસ્તાઓ અને વિજળી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઈમરાન ખાને એ વાતને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ કે લોકો ટેક્સ નથી ભરતા અને પછી સુવિધાઓની માંગણી કરે છે. તેમણે કહ્યુ કે એવા લોકો એક પણ કામ સારુ નથી કરતા તેમ છતા જન્નતમાં જવા માંગે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જનતાએ ટેક્સ ભરવો જોઈએ, જેથી દેશની સંપત્તિમાં વધારો થઈ શકે. નિર્માણ ક્ષેત્રના સંચાલનની રીતમાં સુધાર માટે સરકારના પ્રયાસો વિશે બોલતા તેમણે જણાવ્યુ કે ભૂતકાળમાં ગિરવી રાખીને વિત્તપોષણની કોઈ અવધારણા ન હતી એટલે સરકારી કર્મચારીઓ પોતાનું ઘર બનાવવામાં સક્ષમ હોવાનો સવાલ જ ન હતો.
ઈમરાન સરકારના ત્રણ વર્ષ પૂર્ણ
ગત માસે જ ઈમરાન ખાનને સત્તામાં આવીને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. ઈમરાનની પાકિસ્તાન તહરીફ-એ-ઇંસાફ પાર્ટી વાળી સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર તેમણે ઈસ્લામાબાદના જિન્ના કન્વેક્શન સેન્ટરમાં પાર્ટીના પ્રદર્શનનો સમીક્ષા રિપોર્ટને જાહેર કર્યો. ઈમરાન ખાને કહ્યું કે ગત ત્રણ વર્ષ ખૂબ મુશ્કેલ હતા. જ્યારે અમે સત્તા પર આવ્યા ત્યારે અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી અને અમને 20 અરબ ડૉલરનું નુક્સાન વારસાઈમાં મળ્યુ હતુ. તેમણે કહ્યું કે જો સઉદી અરબ, ચીન અને UAE તે સમયે આપણી મદદ ન કરતુ તો રૂપિયાનું સ્તર વધુ નીચું જતુ રહેતુ અને આપણને મોટું નુક્સાન થતુ.
ઈમરાને કહ્યું હતુ કે જ્યારે અમે સત્તા સંભાળી ત્યારે આપણુ વિદેશી મુદ્રા ભંડાર 16.4 અરબ અમેરીકી ડૉલર હતુ અને આજે તે 27 અરબ અમેરિકી ડૉલર છે. ત્રણ વર્ષ પહેલા આપણું ટેક્સ કલેક્શન 3,800 અરબ રૂપિયા હતુ, જે આજે 4,700 અરબ રૂપિયા સુધી પહોંચી ગયુ છે.
આ પણ વાંચો – કોરોના જ્ઞાનશાળા: વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો તમારા આ સવાલનો સચોટ જવાબ
આ પણ વાંચો – IRCTC: ટ્રેનમાં હવે મળશે હોટલ જેવી મજા, આ તસવીરોને જોઈને તમે પણ વિશ્વાસ કરી લેશો