New Zealandમાં 6 મહિના બાદ કોરોનાથી પ્રથમ મોત, સરકારે લાગુ કર્યા કડક પ્રતિબંધ
ન્યૂઝીલેન્ડ સરકારે 18 ઓગસ્ટના રોજ મહત્વનો નિર્ણય લેતા ત્રણ દિવસ માટે આખા દેશમાં લૉકડાઉન લગાડ્યુ હતુ. અહીં 6 મહિના બાદ કોરોનાનો એક કેસ નોંધાયો હતો.
ન્યૂઝીલેન્ડમાં (New Zealand) છેલ્લા 6 મહિનામાં કોરોનાથી પહેલું મોત નોંધાયુ છે. 90 વર્ષની એક મહિલાનું ઓકલેન્ડની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Covid Death in New Zealand) થયુ છે. આ મહિલા ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી (Coronavirus) મરનાર 27મી વ્યક્તિ છે. આ વર્ષે 16 ફેબ્રુઆરીના રોજ પહેલી વાર કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે મોત નોંધાયુ હતુ. તમને જણાવી દઈએ કે હાલમાં જ ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક જ કેસ સામે આવતા સમગ્ર દેશમાં લૉકડાઉન (Lockdown) લાગુ કરવામાં આવ્યુ હતુ.
અધિકારીઓએ જણાવ્યું કે મહિલા એક એવા પુરુષના સંપર્કમાં આવી હતી, જે અગાઉ ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં વાયરસથી સંક્રમિત હતો. ઓગસ્ટ મહિનામાં પહેલીવાર સ્થાનીય રૂપથી કોરોનાનો કેસ નોંધાયા બાદથી જ ન્યૂઝીલેન્ડ ફરીથી કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. આ જ કારણ છે કે સરકારે ફરીથી લૉકડાઉન લાગુ કરી દીધુ છે અને 50 લાખ લોકો પોતાના ઘરોમાં કેદ છે. અધિકારીઓને ઑકલેન્ડમાંથી કોરોનાના નવા 20 કેસ પણ મળ્યા છે. આજ કારણ છે કે ઑકલેન્ડમાં પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં થોડી છૂટ છે.
ન્યૂઝીલેન્ડ સરકારે 18 ઓગસ્ટના રોજ મહત્વનો નિર્ણય લેતા ત્રણ દિવસ માટે આખા દેશમાં લૉકડાઉન લગાડ્યુ હતુ. અહીં 6 મહિના બાદ કોરોનાનો એક કેસ નોંધાયો હતો. પ્રધાનમંત્રી જેસિંદા અર્ડને (Jacinda Ardern) મહામારીને હરાવવા માટે લોકોને મદદ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે આપણે જોયુ છે કે અન્ય જગ્યાઓએ કોરોનાના કારણે શું સ્થિતિ બની છે. જો આપણે કોરોનાને નહીં હરાવીએ તો આપણી પણ સ્થિતી એવી જ થઈ શકે છે.
16 વર્ષથી નાના કિશોરોને પણ અપાશે વેક્સિન
ન્યૂઝીલેન્ડમાં હવે 12થી 15 વર્ષના કિશોરોને પણ કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિન લગાવવાની અનુમતી આપવામાં આવશે. આના પહેલા ફક્ત 16 વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમરના લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી. ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પોતાના વેક્સિન અભિયાનમાં ફક્ત ફાઈઝર વેક્સિનનો જ ઉપયોગ કરી રહ્યા છે.
આ પણ વાંચો – AHMEDABAD : 25 વર્ષનો યુવક નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બની પૈસા પડાવવા ગયો, એક ભૂલના કારણે ભાંડો ફૂટી ગયો