AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી, જલ્દી નિર્ણય લો નહીંતર કંઈ બચશે નહીં

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે, જો તે જલ્દી પરમાણું કરાર નહીં કરે તો તે મોટો લશ્કરી હુમલો કરશે. વ્હાઇટ હાઉસ લશ્કરી વિકલ્પો પર ચર્ચા કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે એક દિવસ પહેલા જ નેતન્યાહૂ સાથે વાત કરી હતી.

Breaking News :  ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી, જલ્દી નિર્ણય લો નહીંતર કંઈ બચશે નહીં
| Updated on: May 18, 2026 | 8:10 AM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એક મોટી ચેતવણી આપી છે.ટ્રમ્પે કહ્યું કે, જો ઈરાને જલ્દી પરમાણું કરાર પર પ્રસ્તાવ ન આપ્યો. તો અમેરિકા પહેલાથી પણ મોટા હુમલા કરશે. તેમણે કહ્યું કે, ઘડિયાળ ચાલી રહી છે અને ઈરાન પાસે વધારે સમય રહ્યો નથી. ટ્રમ્પે અમેરિકી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે,અમેરિકા હજુ પણ યુદ્ધ પૂર્ણ કરવા માટે તૈયાર છે, પરંતુ ઈરાન હજુ પણ અમેરિકાની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી. ટ્રમ્પને આશા છે કે, ઈરાન એક નવો પ્રસ્તાવ રજૂ કરશે જે પહેલાના પ્રસ્તાવ કરતાં વધુ સારો હશે.

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ઈરાને જલ્દી નિર્ણય ન લીધો તો તેની પાસે કાંઈ વધશે નહી. તેમણે વાતચીત માટે કોઈ સમય નક્કી કર્યો નથી. બંન્ને દેશો વચ્ચે પરમાણું કાર્યક્રમને લઈ બંન્ને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રમ્પે મંગળવારના રોજ વ્હાઈટ હાઉસના સિચુએશન રુમમાં પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરશે. જેમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વિકલ્પો પર ચર્ચા થશે. કહેવામાં આવી રહ્યું છે કે, જો વાતચીત આગળ નહી વધે તો અમેરિકા ફરીથી હુમલા શરુ કરી શકે છે.

ટ્રમ્પ-નેતન્યાહુની વાતચીત

રવિવારના રોજ ટ્રમ્પે ઈઝરાયલી વડાપ્રધાન બેજામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. બંન્ને નેતાઓએ ઈરાનની હાલની સ્થિતિ પર ચર્ચા કરી. આ પહેલા શનિવારના રોજ ટ્રમ્પે વર્જીનિયા સ્થિત પોતાના ગોલ્ફ ક્લબમાં રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, વિદેશ સચિવ માર્કો રુબિયો, વ્હાઇટ હાઉસના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સીઆઈએ ચીફ જોન રેટક્લિફ હાજર હતા.

આ વચ્ચે પાકિસ્તાન અને કતર બંન્ને દેશ અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરી રહ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ તેહરાન જઈ ઈરાનના નેતાઓ સાથે વાતચીત કરી છે. તો કતરના વડાપ્રધાને પણ પાકિસ્તાન અને ઈરાનના નેતાઓ સાથે ફોનમાં વાત કરી છે.

અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની બહાર ડ્રોન હુમલો થયો હતો. આ હુમલાને કારણે ઇલેક્ટ્રિક જનરેટરમાં આગ લાગી હતી. યુએઈ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ ડ્રોન દેશના ક્ષેત્રમાં ઘૂસ્યા હતા, જેમાંથી બેને તોડી પાડવામાં આવ્યા હતા.યુએઈ સીધી રીતે ઈરાનનું નામ લઈ રહ્યું નથી. પરંતુ અધિકારીઓએ કહ્યું આ હુમલો ખુબ ગંભીર છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">