વિશ્વની સૌથી મોંઘી ચા! જેનો ભાવ પ્રતિ કિલો એટલો કે 10 ફ્લેટ ખરીદી શકાય!
ચા વિશ્વના સૌથી પ્રખ્યાત પીણામાંથી એક છે. સામાન્ય રીતે લોકોએ ફક્ત એક કે બે પ્રકારની જ ચાનો ટેસ્ટ કર્યો હોય છે પરંતુ વિશ્વભરમાં તે ઘણા પ્રકારના સ્વાદમાં ઉપલબ્ધ છે. ચીનના વુઇસેન વિસ્તારમાં ખૂબ જ ખાસ પ્રકારની ચા મળી આવે છે ડા હોંગ પાઓ ટી. આ ચા પીવાથી વ્યક્તિ ઘણી મોટી બીમારીઓથી મુક્ત થઈ શકે છે […]
ચા વિશ્વના સૌથી પ્રખ્યાત પીણામાંથી એક છે. સામાન્ય રીતે લોકોએ ફક્ત એક કે બે પ્રકારની જ ચાનો ટેસ્ટ કર્યો હોય છે પરંતુ વિશ્વભરમાં તે ઘણા પ્રકારના સ્વાદમાં ઉપલબ્ધ છે. ચીનના વુઇસેન વિસ્તારમાં ખૂબ જ ખાસ પ્રકારની ચા મળી આવે છે ડા હોંગ પાઓ ટી. આ ચા પીવાથી વ્યક્તિ ઘણી મોટી બીમારીઓથી મુક્ત થઈ શકે છે તેથી આ ચાની કિંમત રૂ. 8.5 કરોડ પ્રતિ કિલો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ચાની કિંમત વિશ્વની સૌથી લક્ઝરી કાર રોલ્સ રોયસના શ્રેષ્ઠ મોડલ કરતા વધારે છે. ચાની આ કિંમતે તમે દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારોમાં 50 લાખ રૂપિયાના 10 ફ્લેટ પણ આરામથી ખરીદી શકો છો. તેગુઆનઇન ચાનું નામ બૌદ્ધ ગુરુ તેગુઆનઇન પરથી રાખવામાં આવ્યું છે. કાળી અને લીલી ચાથી બનેલી આ ચાનો સ્વાદ ખૂબ જ અલગ છે. આ ચાના પાનને 7 વાર બનાવ્યા પછી પણ તેનો સ્વાદ છોડતો નથી. તેગુઆનઇન ટીનો ભાવ આશરે 21 લાખ રૂપિયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યો હોવાની આશંકા, જુઓ VIDEO
પાંડા ડંગ ટી ચા પણ વિશ્વની સૌથી મોંઘી ચામાં ગણાય છે. એક કપ ચાની કિંમત આશરે 14 હજાર રૂપિયાની છે. આ ચા ઉગાડવા માટે વપરાતા ખાતરમાં પાંડા મળનો સમાવેશ થાય છે. પીજી ટિપ્સ ડાયમંડ ટીની ટી બેગ બ્રિટીશ ચા કંપનીના સ્થાપક પી.જી. ટિપ્સના 75 માં જન્મદિવસ નિમિત્તે કંઈક ખાસ કરવા માટે બનાવવામાં આવી હતી. આ ટી-બેગમાં 280 હીરા જોડાયેલા છે, જેને બનાવવા માટે 3 મહિનાનો સમય લાગે છે. આ ચાની કિંમત પ્રતિ કિલોગ્રામ 9 લાખ છે.