AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતે, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને રોકડુ પરખાવ્યું, સિંધુ જળસંધિ છોડો, ગેરકાયદે પચાવેલી ભારતની ઘરતી પાછી સોંપવાની વાત કરો, જુઓ Video

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં રોક્ડુ પરખાવ્યું કે, સિંધુ જળ સંધિ ભૂલી જાઓ અને ગેરકાયદે પચાવેલી ભારતની જમીન પાછી સોપો. 1960 સિંધુ સંધિને જૂની ગણાવતા, ભારતે કહ્યું કે, જે રાષ્ટ્ર આતંકવાદ ફેલાવે છે તેણે સહકારની અપેક્ષા ના રાખવી જોઈએ.

ભારતે, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને રોકડુ પરખાવ્યું, સિંધુ જળસંધિ છોડો, ગેરકાયદે પચાવેલી ભારતની ઘરતી પાછી સોંપવાની વાત કરો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2026 | 2:14 PM
Share

સંયુક્ત રાષ્ટ્ર સંધમાં ભારતના પ્રતિનિધિ અનુપમા સિંહે, પાકિસ્તાનના આરોપોને ફગાવતા,આરોપીના પિંજરામાં ઊભુ કરી દીધુ હતુ. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ પર ભારતનું વલણ સ્પષ્ટ છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદની નિકાસ કરે છે અને બીજી તરફ સદ્ભાવના પર આધારિત સંધિના લાભો મેળવે છે તે અતાર્કિક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 1960 ની સંધિ જૂની થઈ ગઈ છે. વિશ્વ બદલાઈ રહ્યું છે, અને કોઈ પણ તકનીકી વ્યવસ્થા સમય જતાં સ્થિર રહી શકતી નથી. આ છ દાયકા જૂની સંધિ આજની વાસ્તવિકતાઓથી અલગ થઈ શકતી નથી.

ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં 26 નિર્દોષ પ્રવાસીના મોત થયા હતા. આ હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ ના કરે ત્યાં સુધી સ્થગિત કરી દીધી છે. સત્તાવાર માહિતી અનુસાર, પાકિસ્તાન તેની 80 ટકા ખેતી અને 93 ટકા પાણીની જરૂરિયાતો માટે સિંધુ નદી પ્રણાલી પર આધાર રાખે છે.

સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનને તેના આંતરિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. તેમણે ટિપ્પણી કરી કે ભારતીય પ્રદેશો પર લાલચુ નજર નાખવાને બદલે, પાકિસ્તાને તેની પોતાની સરહદોની અંદર પરિસ્થિતિ સુધારવી જોઈએ. તેમણે પાકિસ્તાનને ‘ફ્રેન્કેસ્ટાઇન રાજ્ય’ ગણાવ્યું હતું. ભારતે કહ્યું કે, પાકિસ્તાન કટ્ટરવાદ, આંતકવાદી જૂથનુ પાલન પોષણ કરે છે. જ્યારે આ કટ્ટરવાદી આતંકવાદનો રાક્ષસ પાકિસ્તાનને ભરખવા દોડે છે ત્યારે પાકિસ્તાન હેરાન પરેશાન થઈ ઉઠે છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન આતંકીઓને તાલીમ આપવા અંગેની વાતને ગર્વભેર સ્વીકાર કરે છે. અને બીજી બાજુ આતંકવાદથી પીડિત હોવાનો ઢોલ પીટે છે. જે પાકિસ્તાનના બેવડા ચહેરા ઉજાગર કરે છે.

ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાન અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જમ્મુ અને કાશ્મીર અંગે આપવામાં આવેલા નિવેદનને પણ સ્પષ્ટપણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે, પાકિસ્તાનનો પ્રચાર ફક્ત પોતાની સ્થાનિક નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ છે. ભારતે પુનરોચ્ચાર કર્યો કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. હવે એકમાત્ર મુદ્દો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના ભારતીય પ્રદેશોની મુક્તિનો છે. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનની જૂની યુક્તિઓ હવે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કામ કરશે નહીં.

તુર્કીને પાકિસ્તાનનો સાથ ભારે પડ્યો? ઓપરેશન સિંદૂર પછી તુર્કીની કંપનીને એક જ દિવસમાં 4,700 કરોડનું નુકસાન

Follow Us
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
g clip-path="url(#clip0_868_265)">