વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ, વકીલોની 90% માગ સ્વીકારી- Video
ગુજરાત હાઈકોર્ટે વકીલોની હડતાળ બાદ મહત્વનો નિર્ણય લીધો છે. પરિપત્રના વિરોધમાં વકીલો દ્વારા કરાયેલી 90% માગણીઓ સ્વીકારવામાં આવી છે, જેમાં A4 સાઇઝના પેપર, ગુજરાતી ફોન્ટ્સમાં સમાનતા અને હાથથી લખેલી અરજીઓ ગ્રાહ્ય રાખવાનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી વકીલ આલમમાં ખુશીનો માહોલ છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને લઈને રાજ્યભરના વકીલો દ્વારા કરવામાં આવેલા વિરોધ અને હડતાળનો હવે સુખદ અંત આવ્યો છે. હાઈકોર્ટે વકીલ મંડળની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે અને તેમની લગભગ 90 ટકા માગણીઓ સ્વીકારી લીધી છે. આ નિર્ણયથી વકીલોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને, A4 સાઇઝના પેપરના ઉપયોગ, ફોન્ટ સંબંધિત નિયમોમાં છૂટછાટ અને કોર્ટમાં હાથથી લખેલી અરજીઓ સ્વીકારવા જેવી મુખ્ય માગણીઓ હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. વકીલોને વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાતી ફોન્ટ્સમાં ચોક્કસ એક જ ફોન્ટની જગ્યાએ સમાન (similar) ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટના રોજબરોજના કાર્યોમાં હાથથી અપાતી અરજીઓ પણ હવે સ્વીકાર્ય રહેશે.
વકીલોની લાંબા સમયની લડત બાદ આવેલા આ નિર્ણયથી કોર્ટની કાર્યવાહીમાં વધુ સુચારુ અને સરળ બનશે. તો વકીલ આલમ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના સંવેદનશીલ અભિગમને આવકારવામાં આવ્યો છે.
પોતાનાથી 10 વર્ષ નાના ક્રિકેટરને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર?, સંબંધો પર તોડ્યુ મૌન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
