AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાર ચાલક કારમાં બેસેલો હોવા છતા કારને લોક માર્યુ, સુરતના ટ્રાફિક પોલીસની મનમાનીનો Video થયો વાયરલ

કાર ચાલક કારમાં બેસેલો હોવા છતા કારને લોક માર્યુ, સુરતના ટ્રાફિક પોલીસની મનમાનીનો Video થયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2026 | 3:43 PM
Share

સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. એક કાર ચાલકે દાવો કર્યો કે તેઓ કારમાં બેઠેલા હોવા છતાં પોલીસે કારને લોક માર્યું. દંડના ટાર્ગેટ પૂરા કરવા ટ્રાફિક પોલીસ મનમાની કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. દંડનો ટાર્ગેટ પુરો કરવા ટ્રાફિક પોલીસકર્મી મનમાન કરતા હોવાનો એક કારચાલકે અક્ષેપ કર્યો છે. કાર ચાલકનો આક્ષેપ છે કે તેઓ રસ્તાની બાજુમાં કાર ઉભી રાખીને કારમાં બેસેલા હતા, છતા ટ્રાફિક પોલીસે કારને લોક મારી દીધુ. કારમાં ચાલક બેસેલ હોવા છતા કારને લોક કરાતા વાહન ચાલક રોષે ભરાયા ચે. રસ્તાની બાજુએ ઉભા રહેલા કાર ચાલકોના વાહનોને પોલીસકર્મીએ લોક માર્યા.

કાર ચાલકનું કહેવુ છે કે તેઓ અન્ય વ્યક્તિની રાહ જોવા માટે હોટેલ બહાર ઉભા હતા. ચાલક હોટેલ બહાર કારમાં બેસી રાહ જોઈ રહ્યા હતા અને પોલીસે આવીને દાદાગીરી કરીને તાળુ માર્યુ હતુ. કારમાં બેસેલા યુવકે સમગ3 ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કાર ચાલક અને પોલીસકર્મીના વાયરલ વીડિયોની tV9 પુષ્ટિ નથી કરતુ.

કાર ચાલકના વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ કારમાં સવાર છે તેમ છતા પોલીસકર્મી લોક મારી રહ્યા છે. વીડિયો વાયરલ કરનાર શખ્સ આ વીડિયો સાથે પોલીસની મનમાની અને વાહનચાલકોને રંઝાડવાનો આરોપ લગાવતો જોવા મળી રહ્યા છે. તેમનો આરોપ છે કે દંડનો ટાર્ગેટ પુરો કરવા માટે ટ્રાફિક પોલીસ કોઈપણ હદે જઈ શકે છે. ચાલકનો દાવો છે કે તે કાર મુકીને ક્યાંય ગયા પણ નથી છતા લોક મારી દીધુ. સાથે પાર્કિંગના બોર્ડ અંગે પણ પોલીસ અને કાર ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રસ્તાની સામેની બાજુએ નો પાર્કિંગનું બોર્ડ લગાવેલું હતું. તેમ છતાં પોલીસકર્મી અન્ય બાજુના રસ્તા પર વાહન ચાલકો પાસેથી ખોટી રીતે દંડની ઉઘરાણી કરતો હોવાનો દાવો કરાયો છે. જેનો વીડિયો વાયરલ થતાં પોલીસકર્મીઓની કામગીરી ફરીવાર સવાલોના ઘેરામાં આવી છે.

Input Credit- Baldev Suthar- Surat

દેશભરમાં નક્લી પનીરના દરોડા વચ્ચે ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">