H-1B વિઝા પર USA ગયેલા ભારતીયોને નોકરી ગુમાવતા જ પકડાવી દેવાય છે ડિપાર્ટેશન નોટિસ
Donald Trump effect : અમેરિકાના રાષ્ટ્રપતિપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા ત્યારથી, USAમા રહેતા ભારત સહિતના અન્ય દેશોના લોકો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પહેલા વિઝા અંગેના નિયમો કડક બનાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ હવે ત્યાં રહેતા ભારતીયો નોકરી ગુમાવતાની સાથે જ દેશનિકાલની નોટિસ આપવામાં આવી રહી છે.

અમેરિકામાં નોકરી માટે ગયેલા ભારતીય H-1B વિઝા ધારકોને, તેમની નોકરી ગુમાવ્યાની સાથે જ ગણતરીના દિવસોમાં દેશનિકાલની નોટિસ ફટકારવામાં આવી રહી છે. સામાન્ય રીતે અમેરિકાના કાયદા અનુસાર, નોકરી ગુમાવ્યાના 60 દિવસની સમયમર્યાદા બાદ નોટિસ પાઠવી શકાય, પરંતુ 60 દિવસની સમય મર્યાદા પહેલાં જ નોટિસ ફટકારી દેવાતા ઘણા ભારતીય યુવાનોને સ્વદેશ પાછા ફરવાની ફરજ પડી રહી છે. નોકરી ગુમાવ્યા પછી, તેઓ આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં રહેતા 50 ટકા ભારતીયો હવે પાછા દેશમાં ફરવાનું વિચારી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા ત્યારથી, USAમા રહેતા ભારત સહિતના અન્ય દેશોના લોકો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પહેલા વિઝા અંગેના નિયમો કડક બનાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ હવે ત્યાં રહેતા ભારતીયો નોકરી ગુમાવતાની સાથે જ દેશનિકાલની નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસ અનુસાર, તેમને શક્ય તેટલા વહેલામાં વહેલી તકે અમેરિકા છોડવાનું કહેવામાં આવ્યું હોય છે. જ્યારે નિયમો અનુસાર, H-1B વિઝા ધારકોની પાસે 60 દિવસનો સમય હોવો જોઈએ.
મીડિયા અહેવાલ મુજબ, અમેરિકામાં કામ કરતા H-1B વિઝા ધારકો માટે પરિસ્થિતિ હવે ખૂબ જ ચિંતાજનક છે. એક તપાસમાં તારણ સામે આવ્યું છે કે, છમાંથી એક H-1B વિઝા ધારક અથવા તેમના પરિચિતોને નોકરી ગુમાવ્યા પછી 60 દિવસના ગ્રેસ પીરિયડ પહેલાં જ દેશનિકાલ માટેની નોટિસ મળી છે. નોટિસ મળ્યા પછી, લોકો કહે છે કે તેમની પાસે ભારત પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
યુએસ વહીવટીતંત્ર તરફથી આ પ્રકારની નોટિસે ત્યાં રહેતા બિનનિવાસી લોકોને ચિંતામાં મૂકી દીધા છે. કારણ કે નોકરી ગુમાવ્યા પછી, લોકોના પગારમાં પણ ભારે ઘટાડો થયો છે અને તેમની જીવનશૈલીમાં પણ ઘણો ફેરફાર થયો છે. આ જ કારણ છે કે દરેકની ચિંતા વધી ગઈ છે.
નોકરી શોધવા માટે સમય આપવામાં આવે
સામાન્ય રીતે, યુએસમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા H-1B કર્મચારીઓને નવી નોકરી શોધવા અથવા તેમના વિઝાની સ્થિતિ બદલવા માટે 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે. પરંતુ 2025 ના મધ્યભાગથી એટલે કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યાકથી એવા અહેવાલોમાં વધારો થયો છે કે ગ્રેસ પીરિયડ પૂરો થાય તે પહેલાં જ NTA ઈસ્યું કરવામાં આવી હતી. એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં NTA બે અઠવાડિયામાં જ મોકલવામાં આવી હોય.. જ્યારે નિયમો અનુસાર, 60 દિવસનો સમય આપવામાં આવે છે, જો અધિકારીઓ ઇચ્છે તો, તેઓ આ 60 દિવસનો સમય વધુ લંબાવી શકે છે. આ બધું અધિકારીઓના હાથમાં છે.
45 ટકા ભારતીયોએ તેમની નોકરી ગુમાવી દીધી છે
ઘણા ભારતીયો H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહ્યા છે. જોકે, જેઓ જીવનભર ત્યાં સ્થાયી થવાનું વિચારી રહ્યા હતા તેઓ હવે પોતાની યોજનાઓ બદલી રહ્યા છે. એક સર્વે મુજબ, લોકો ભારત પાછા આવવા માંગે છે. આનું કારણ એ છે કે ત્યાં રહેતા 45 ટકા ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. આના કારણે, 26 ટકા લોકો નોકરીને કારણે અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયા છે. બાકીના લોકો હવે ભારત પાછા ફરવાનું વિચારી રહ્યા છે. આનું કારણ એ છે કે સમય પહેલાં મળેલી નોટિસને કારણે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણા લોકો માને છે કે તેઓ ફરીથી અમેરિકામાં કામ કરવા માંગતા નથી. ઘણા લોકો હજુ પણ ત્યાં જ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. લોકો માને છે કે અમેરિકા છોડવાને કારણે તેમના પગારમાં ભારે ઘટાડો થશે. આના કારણે સામાજિક જીવન પણ પ્રભાવિત થશે અને નવી નોકરીની તકો પણ ઓછી થશે. આ જ કારણ છે કે લોકો અમેરિકામાં રહીને સારી નોકરી મેળવવા અને સારી જીવનશૈલી જીવવા માંગે છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો