Indian Student Murder: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા, શંકાસ્પદની ધરપકડ, તપાસ ચાલુ
ટોરોન્ટો પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની ગોળીમારીને હત્યાના સંબંધમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિકના સંબંધીઓએ જણાવ્યું કે, તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી છે અને જાન્યુઆરીમાં અભ્યાસ માટે કેનેડા ગયો હતો.
Indian Student Murder in Canada: ટોરોન્ટો પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની ગોળીમારીને હત્યાના સંબંધમાં (Indian Student Murder) એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિકના સંબંધીઓએ જણાવ્યું કે, તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી છે અને જાન્યુઆરીમાં અભ્યાસ માટે કેનેડા ગયો હતો. સેન્ટ જેમ્સ ટાઉનમાં શેરબોર્ન ટીટીસી સ્ટેશનના ગ્લેન રોડ પ્રવેશદ્વાર પર ગુરુવારે સાંજે કાર્તિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલાની તપાસ કરવા માટે, પોલીસે સાક્ષીઓને મદદ કરવા કહ્યું હતું, સાથે જ કહ્યું હતું કે તે ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરશે. જેથી આરોપીઓ સુધી પહોંચી શકાય.
તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કાર્તિકના પિતાએ તેની હત્યા પાછળના હેતુ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ કાર્તિકના કેસની કાનૂની પ્રક્રિયાની દેખરેખ કરવા કેનેડા જશે. ટોરોન્ટોના પોલીસ વડા જેમ્સ રેમારે પત્રકારોને જણાવ્યું હતું કે, “કાર્તિક શેરબોર્ન સબવે સ્ટેશનની બહાર જ હતો ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેણે અનેક ગોળીઓ મારી જેથી તેનું મોત નીપજ્યું હતું.”
શંકાસ્પદ વ્યક્તિનું નામ રિચાર્ડ જોનાથન એડવિન છે
પોલીસે શંકાસ્પદની ઓળખ રિચાર્ડ જોનાથન એડવિન, 39 તરીકે કરી છે, જેના પર ગયા શનિવારે અન્ય એક વ્યક્તિની હત્યા કરવાનો આરોપ છે. જ્યારે હત્યાના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટોરોન્ટો પોલીસ સાર્જન્ટ ટેરી બ્રાઉને કહ્યું કે, બંને હત્યાના કેસમાં શંકાસ્પદ વ્યક્તિનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. અમે તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે માહિતી એકત્રિત કરવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ કોણ છે અને તેના સહયોગી કોણ છે.
શનિવારે મૃતદેહ ગાઝિયાબાદ પહોંચશે
જ્યારે ગાઝિયાબાદમાં કાર્તિકના પિતા જીતેશ વાસુદેવે કહ્યું કે, કેનેડિયન પોલીસે તેમને આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ અંગે જાણ કરી છે. તેમણે કહ્યું કે, કેનેડિયન સત્તાવાળાઓએ અમને જાણ કરી છે કે, શબને શનિવારે ગાઝિયાબાદ લાવવામાં આવશે. અમે તેમના અંતિમ સંસ્કાર કરીશું. તે પછી અમે કાયદાકીય પ્રક્રિયાની દેખરેખ માટે કેનેડા જઈશું. તેણે કહ્યું હતું કે, તે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ટોરોન્ટો પોલીસે કહ્યું કે, તેઓ સાક્ષીઓને શોધી રહ્યા છે. કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું. તેમજ ભારતીય એમ્બેસીએ કાર્તિકના પરિવારનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા
આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-