હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો
યુનિવર્સીટીએ(University ) હવે 61 કરોડની ખોટ પૂર્વ માટે ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સીટીના બજેટમાં આડેધડ કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓને પગલે અધધ 61 કરોડની ખાદ્ય પૂર્વ અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહેલા લોકો માટે હવે આગામી વર્ષથી વીર નર્મદ યુનિવર્સિટીનું (VNSGU) શિક્ષણ (Education ) મોંઘુ બનશે. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ટ્યુશન ફી (Tuition Fees ) માં 10 ટકા વધારો ભરવો પડે તેવી હાલત થશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં વેબસાઈટ પર મુકવામાં આવનાર બ્રોશર, પ્રોસ્પેકટસ માહિતીમાં નાણા સમિતિ અને સિન્ડિકેટના ઠરાવ મુજબ લાગુ કરવાની થતી ફી અંગે વિચારણા કરવામાં આવી હતી.
નર્મદ યુનિવર્સીટીના ખર્ચનું ભારણ વિદ્યાર્થીઓના માથે આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. યુનિવર્સીટીએ હવે 61 કરોડની ખોટ પૂરવા માટે ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સીટીના બજેટમાં આડેધડ કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓને પગલે અધધ 61 કરોડની ખાદ્ય પૂરવા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શૈક્ષણિક વર્ષ 2022- 2023 ના નાણાં સમિતિની સભાની ભલામણ મુજબ ટ્યુશન ફીમાં અન્ય તમામ હેડને ઉમેરી ટ્યુશન ફી તરીકેનો એક જ હેડ રાખવો. આ હેડમાંથી ડેવલોપમેન્ટ ફંડ યુનિવર્સિટીને ચૂકવવાનું રહેશે. યુનિવર્સિટી દ્વારા નિમાયેલી એફ.આર.સી. દ્વારા નવું ફી માળખું લાગુ ન પડે ત્યાં સુધી, તમામ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં (જયાં એપેક્ષ બોડીના નિયમો અને ફી સ્ટ્રકચર લાગુ પડતા નહીં હોય તેવા સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં) વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે, શૈક્ષણિક વર્ષ 2022-23 થી પ્રવર્તમાન ટ્યુશન ફીના 10 ટકા, પ્રવર્તમાન ટયુશન ફીમાં ઉમેરી વધેલી ટ્યુશન ફી ગણતરીમાં લેવાની રહેશે.
વધુમાં આ ક્રમશઃ પ્રથમ વર્ષથી નવા પ્રવેશ મેળવનાર વ્યવસ્થામાં હાલની ટ્યુશન ફીમાં 10 ટકા મુજબ આગામી ત્રણ શૈક્ષણિક વર્ષ સુધી વધારવાપાત્ર રહેશે. હાલમાં દ્વિતીય અને તૃતીય વર્ષના જે વિદ્યાર્થીઓ પાસેથી જે સંસ્થાઓએ વધારાની ડેવલોપમેન્ટ ફી ટ્યુશન ફીમાં ઉમેરી લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને જે તે સંસ્થાઓએ પરત ચૂકવવાની રહેશે.
પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને માટે પ્રત્યેક વર્ષની તમામ ડિપાર્ટમેન્ટ, કોલેજે કોષ્ટકમાં દર્શાવેલ ટ્યુશન ફી ઉપરાંત વધારાની કોઈ રકમ લેવાની થતી નથી તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.આમ, સ્વર્નિભર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાંક ગુના વગર 10 ટકા ફી વધારાનો માર સહન કરવો પડશે એ નક્કી છે.
આ પણ વાંચો :
Surat : કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતાં સુરત મહાનગરપાલિકા એલર્ટ, સિવિલ હોસ્પિટલે પણ કોરોનાના દર્દીઓના XE વેરિયન્ટને રોકવા તૈયારીઓ કરી
ગુજરાતમાં બનેલી જુથ અથડામણની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, DCP અને ACPએ રાત્રિ માર્કેટમાં ફુટ પેટ્રોલિંગ કર્યું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો