ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં સબ-વેની બહાર ગોળી મારી હત્યા કરાઈ, ટોરન્ટો પોલીસે પરિવારને ફોન કરી આપી માહિતી

TV9 GUJARATI

|

Updated on: Apr 09, 2022 | 10:44 AM

કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ગાઝિયાબાદના સાહિબાબાદ વિસ્તારનો રહેવાસી કાર્તિક વાસુદેવ (Kartik Vasudev) અભ્યાસ કરવા કેનેડા(Canada) ના ટોરોન્ટો ગયો હતો.

ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં સબ-વેની બહાર ગોળી મારી હત્યા કરાઈ, ટોરન્ટો પોલીસે પરિવારને ફોન કરી આપી માહિતી
ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં સબ-વેની બહાર ગોળી મારી હત્યા કરાઈ
Image Credit source:

Indian Student: કેનેડાના ટોરોન્ટોમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થી (Indian Student Died in Canada) ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad)ના સાહિબાબાદનો રહેવાસી છે. પુત્રના મોતથી પરિવાર આઘાતમાં છે. વિદ્યાર્થીનું નામ કાર્તિક વાસુદેવ (Kartik Vasudev) જણાવવામાં આવી રહ્યું છે. તે અભ્યાસ કરવા કેનેડાના ટોરોન્ટો ગયો હતો. અભ્યાસની સાથે સાથે કાર્તિક ત્યાં એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટામ કામ કરતો હતો. પરિવારે આ ઘટના બાદ કેનેડા એમ્બેસીનો સંપર્ક કર્યો છે.

કાર્તિક જાન્યુઆરીમાં અભ્યાસ માટે કેનેડા ગયો હતો. વિદ્યાર્થી કાર્તિક વાસુદેવના પરિવારજનોએ જણાવ્યું કે, કેનેડામાં સાંજે લગભગ 5 વાગે તે મેટ્રો સ્ટેશનની બહાર આવ્યો કે તરત જ કોઈએ તેના પર ગોળીબાર કર્યો હતો. પરિવારને શંકા છે કે લૂંટના કારણે તેના પર ગોળી ચલાવવામાં આવી છે. તેને ટોરન્ટો પોલીસનો ફોન આવ્યો જેમાં તેણે કહ્યું કે કાર્તિક હવે આ દુનિયામાં નથી. હાલમાં તેની પાસે આનાથી વધુ માહિતી નથી. અહેવાલો અનુસાર કાર્તિકના પિતા અને અન્ય સંબંધીઓએ ભારતીય દૂતાવાસને વિદ્યાર્થીનો મૃતદેહ લાવવાની માંગ કરી છે.

 વાસુદેવ તેમના પરિવારના સૌથી પ્રિય સંતાન

મળતી માહિતી મુજબ કાર્તિક બે ભાઈઓમાં સૌથી મોટો હતો. તે જ સમયે કાર્તિકના પિતા ગુરુગ્રામમાં કામ કરે છે અને ગાઝિયાબાદના સાહિબાબાદમાં રહે છે. પુત્રના મૃત્યુના સમાચારથી પરિવારની હાલત ખરાબ છે. વિદેશથી આવેલા આ સમાચાર બાદ આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણ ગમગમી ઉઠ્યું છે. કાર્તિક નાનપણથી જ ભણવામાં ખુબ હોંશિયાર હતો. સગા સંબંધીઓ વાસુદેવના ઘરે પહોંચીને પરિવારને સાંત્વના આપી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વાસુદેવ બાળપણથી જ વાંચન અને લેખનમાં ખૂબ જ હોંશિયાર હતો. વાસુદેવ તેમના પરિવારનો સૌથી પ્રિય સંતાન હતો.

આજુબાજુના લોકો પણ તેને ખૂબ જ પ્રેમ કરતા હતા, કેનેડામાં ગોળી માર્યા બાદ તેના મૃત્યુના સમાચાર કેનેડાથી  આવતા જ તેની જૂની વાતોને યાદ કરીને દરેક લોકો રડી પડ્યા છે. ગત માર્ચ મહિનામાં કેનેડાના ઓન્ટારિયોમાં થયેલા રોડ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીના મોત થયા હતા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Ukraine War: રશિયાએ 45 દિવસમાં 5,149 ગુના કર્યા, અત્યાર સુધીમાં 19,000 રશિયન સૈનિકોના મોત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati