રાષ્ટ્રને સંબોધનમાં પાકિસ્તાનના PM ઈમરાન ખાને ફરી કર્યા ભારતના વખાણ, કહ્યું- આજે કોઈ ભારતને આંખ ન બતાવી શકે
રાષ્ટ્રને સંબોધનમાં ઈમરાન ખાને એમ પણ કહ્યું કે ભારત એક સ્વાભિમાની દેશ છે. સાથે જ કહ્યું કે ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે. ઈમરાન ખાને કહ્યું કે કોઈની ભારત વિરુદ્ધ ષડયંત્ર કરવાની હિંમ્મત નથી. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં અમને ઘણું સન્માન મળ્યું છે.
પાકિસ્તાન (Pakistan) ના વડા પ્રધાન ઈમરાન ખાન (Prime Minister Imran Khan) એ શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ભારતની જોરદાર પ્રશંસા કરી હતી. ઈમરાન ખાને કહ્યું કે ભારત (India) નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે એક સ્વાભિમાની દેશ છે. સાથે જ કહ્યું કે ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે. ઈમરાન ખાને કહ્યું કે કોઈની ભારત વિરુદ્ધ ષડયંત્ર કરવાની હિંમ્મત નથી. ભારતને આજે કોઈ આંખ દેખાડી શકે તેમ નથી. ભારતનો ઉલ્લેખ કરતાં ઈમરાન ખાન પણ ભાવુક થઈ ગયા અને કહ્યું કે હું ભારત વિરોધી નથી. સાથે જ કહ્યું કે યુક્રેન યુદ્ધમાં ભારતને કોઈ ડરાવશે નહીં. કોઈ પણ શક્તિ સાર્વભૌમ રાષ્ટ્ર ભારતની સ્થિતિ નક્કી કરી શકે નહીં.
રાષ્ટ્રને સંબોધનમાં ઈમરાન ખાને એમ પણ કહ્યું કે ભારતમાં અમને ઘણું સન્માન મળ્યું છે. એમ પણ કહ્યું કે કાશ્મીર મુદ્દા અને આરએસએસના કારણે સંબંધો ચોક્કસપણે બગડ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેઓ આયાતી સરકારને સ્વીકારશે નહીં. તેમજ રવિવારે સાંજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.
#WATCH | Indians are ‘khuddar quam’ (very self respecting people). No superpower can dictate terms to India. I’m disappointed that only due to RSS ideology and what is done with Kashmir we don’t have a good relation: Pakistan PM Imran Khan pic.twitter.com/EAR3bPSqGs
— ANI (@ANI) April 8, 2022
પીટીઆઈ પાર્ટીની રચના 26 વર્ષ પહેલા થઈ હતી – ઈમરાન ખાન
ઈમરાન ખાને કહ્યું કે મેં 26 વર્ષ પહેલા પીટીઆઈ પાર્ટી બનાવી હતી.સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ છું. કોર્ટે ચુકાદો આપતા પહેલા પુરાવા જોવા જોઈતા હતા અને કોર્ટે વિદેશી ષડયંત્રના મામલાને કેમ ન જોયો. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનમાં લોકશાહી મજાક બની ગઈ છે. વિપક્ષના લોકો વેચાય છે અને સાંસદોને ખુલ્લેઆમ ખરીદવામાં આવે છે.
ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાને પોતાની જાતને બચાવવી પડશે. એમ પણ કહ્યું કે અમેરિકાએ અમારા રાજદૂતને ધમકી આપી, જે આપણા 22 કરોડ લોકોનું અપમાન છે. એમ પણ કહ્યું કે હું કોઈની કઠપૂતળી ન બની શકું.
તેમણે કહ્યું કે અમેરિકાએ અમારા રાજદૂતને ધમકી આપી હતી. આ આપણા 22 કરોડ લોકોનું અપમાન છે. આવી ધમકીઓ 22 કરોડ લોકોનું અપમાન છે. શું આપણે અન્ય દેશોને સાંભળવા માટે સ્વતંત્ર હતા? બહારથી ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાં જે કંઈ થયું તે પ્લાન મુજબ જ થયું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો