‘પૉપ સુપરસ્ટાર’ જસ્ટિન બીબર તેની કેનેડા અંગેની ટિપ્પણી બદલ કોન્સર્ટમાં થયો ખુબ જ ટ્રોલ

'પૉપ સુપરસ્ટાર' જસ્ટિન બીબર તેની કેનેડા અંગેની ટિપ્પણી બદલ કોન્સર્ટમાં થયો ખુબ જ ટ્રોલ
Justin Bieber (File Photo)

વિશ્વપ્રસિદ્ધ સિંગર જસ્ટિન બિબર એ હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારોમાં બની રહે છે. જસ્ટિન બિબર હાલમાં તેની 'જસ્ટિસ' આલ્બમની વર્લ્ડ ટુર પર દરેક જગ્યાએ ધમાકેદાર શો કરી રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 31, 2022 | 6:42 PM

‘પૉપ સુપરસ્ટાર’ના (Pop Superstar) નામથી જગપ્રખ્યાત સિંગર જસ્ટિન બીબર (Justin Bieber) એ પાપારાઝીઓનો હંમેશા ફેવરિટ ટોપિક રહ્યો છે. તેની નાનામાં નાની હરકતો પણ લોકોમાં ખુબ જ ચર્ચા જગાવતી હોય છે. જસ્ટિન બીબર એ સંગીત ક્ષેત્રે આજે ખુબ જ મહાન હસ્તી ગણાય છે. જસ્ટિન બીબર તેની એક્સ ગર્લફ્રેન્ડ સેલિના ગોમેઝ (Selena Gomez) અને તેની વર્તમાન પત્ની હેઈલી બીબર (Hailey Bieber) આ બંને મુદ્દાઓને લઈને પણ સતત ચર્ચામાં બની રહે છે. અમે તમને જણાવી દઈએ કે, જસ્ટિન બીબર અત્યારે તેના સુપ્રસિદ્ધ આલ્બમ ‘Justice’ની વર્લ્ડ ટુર પર નીકળી ચૂક્યો છે.

તાજેતરમાં, ગાયક જસ્ટિન બિબરની મોન્ટ્રીયલ ખાતે એક જબરદસ્ત મ્યુઝીકલ કોન્સર્ટ યોજાઈ હતી. જેમાં તેણે કેનેડાના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રચિહ્નન ગણાતા ‘મેપલ ટ્ટ્રી લીવઝ’ (મેપલ વૃક્ષના પાંદડા) અંગે એક કમેન્ટ કરી હતી. જસ્ટિને તેના સ્ટેજ પરથી ચાલુ કાર્યક્રમેં ‘મેપલ ટ્રી લીવઝ’ દર્શાવીને દર્શકો તરફ ઈશારો કર્યો હતો. જસ્ટિને કમેન્ટ કરતા જણાવ્યું હતું કે, ”આ પાંદડા કેવા છે?” અમે તમને જણાવી દઈએ કે, ગાયક જસ્ટિન એ મેપલ વૃક્ષના પાંદડાનો ખુબ જ મોટો ફેન છે. તે હંમેશા આ પાંદડાનો પ્રચાર કરતો રહે છે.

આ કલાકારે તેના નજીકના મિત્ર એવા ઓસ્ટન મેથ્યુઝને પણ સ્ટેજ પરથી શાઉટઆઉટ્સ આપતા જણાવ્યું હતું કે, ”ઓસ્ટન મેથ્યુઝ એ ખરેખર એવી વ્યક્તિ છે કે, જે અત્યારે મોન્ટ્રીયલમાં ખરેખર કામ કરી રહ્યો છે.” અમે તમને જણાવી દઈએ કે, ઓસ્ટન મેથ્યુઝએ તાજેતરમાં આઈસ હોકી ઇવેન્ટમાં કેનેડા વિરુદ્ધ ગોલ સ્કોર કર્યો હતો. જે માટે જસ્ટિને તેના જાહેરમાં વખાણ કર્યા હતા.

 

કેનેડાનો અત્યારે રિસેન્ટ સ્કોર 18-38 જેટલો જણાઈ રહ્યો છે. જે અંગે ગાયક જસ્ટિન બિબરે કમેન્ટ કરેલી કે, કદાચ કેનેડા આગામી વર્ષમાં જીતી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જસ્ટિન બિબર મૂળે કેનેડાનો નાગરિક છે, જે હાલમાં અમેરિકાના લોસ એન્જેલિસમાં વસવાટ કરી રહ્યો છે. જસ્ટિન પોતે કેનેડિયન નાગરિક બનીને કેનેડા અંગે આવી પ્રતિક્રિયા આપતા હાજર દર્શકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

જસ્ટિન બિબરના ચાહકો ‘બિબઝ’ના નામથી પ્રખ્યાત છે. આ કોન્સર્ટ દરમિયાન જસ્ટિન અને તેના ચાહકો અને બીજી તરફ જસ્ટિનને ટ્રોલ કરવાવાળા લોકો- આમ બે ભાગલા પડી ગયા હતા. જસ્ટિનના વફાદાર ચાહકો કેનેડા તરફી લોકોને ‘ગો લિવઝ, ગો’ કહીને ટ્રોલ કરી રહયા હતા. જ્યારે કેનેડા તરફી સમર્થકો જસ્ટિનની આ કમેન્ટ અંગે ખુબ જ મજાક બનાવી રહયા હતા. આ તમામ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જસ્ટિન બીબર એ પોતે ‘ડ્રૂ હાઉસ’ ક્લોથીંગ બ્રાન્ડનો માલિક છે, જેણે કેનેડાના રાષ્ટ્રચિહ્નનવાળી ક્લોથીંગ મર્ચ પણ બનાવી છે. જેનો લોકો ખુબ જ વિરોધ હાલમાં કરી રહ્યા છે.

 

આ પણ વાંચો – સલમાન ખાને અભિનેત્રી અનન્યા પાંડેને કરી ખૂબ જ હાસ્યાસ્પદ રીતે ટ્રોલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati