AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના IT મંત્રી રાજીવ ચંદ્રશેખરનો પાક પીએમ ઈમરાન ખાન પર કટાક્ષ, ‘તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા’

IT રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે બુધવારે પાક પીએમ પર કટાક્ષ કર્યો હતો. તેમનું આ નિવેદન ઈમરાન ખાનના નિવેદન બાદ આવ્યું છે, જેમાં ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારત કરતા સારી છે.

ભારતના IT મંત્રી રાજીવ ચંદ્રશેખરનો પાક પીએમ ઈમરાન ખાન પર કટાક્ષ, 'તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા'
Pakistan PM Imran Khan - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 3:57 PM
Share

ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે (Rajiv Chandrashekhar) બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) પર આકરા પ્રહારો કર્યા હતા. પાકિસ્તાનના (Pakistan) પીએમ ઈમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતિ ભારતની તુલનામાં સારી છે, આનો જવાબ આપતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પાક પીએમ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “હા કારણ કે તમારી પાસે સિદ્ધુ છે અને અમારી પાસે માત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર, યુનિકો અને એફડીઆઈ છે.

એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે ઈસ્લામાબાદમાં ઈન્ટરનેશનલ ચેમ્બર્સ સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે તેમની સરકારને સત્તા મળી ત્યારે તેમની સામે ઘણા પડકારો હતા. રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને કહ્યું હતું કે આ ત્રણ વર્ષમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ભારત સહિત ઘણા દેશોની સરખામણીમાં સુધારો થયો છે. કાર્યક્રમમાં ઈમરાન ખાને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા પાકિસ્તાનને દુનિયાના ગરીબ દેશોમાં સામેલ કરવું અસંગત છે. તેમની સરકારે પાકિસ્તાનને અનેક સંકટમાંથી બચાવ્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશની મોટી વસ્તી આ દિવસોમાં વધતી મોંઘવારીથી પરેશાન છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ વધતી મોંઘવારીને લઈને ઈમરાન ખાન સરકાર પર પ્રહારો કરી રહી છે. હકીકતમાં પાકિસ્તાન સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની ભલામણો લાગુ કરી છે. આ સાથે મિની બજેટનો અમલ થવા જઈ રહ્યો છે.

જેના કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. ભૂતકાળમાં પાકિસ્તાન સરકારના ઘણા નિર્ણયોને કારણે, ઘણી વસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયો બાદ જ્યાં સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાન સરકાર પર પ્રહારો કરી રહી છે. જે અંતર્ગત વિપક્ષી પાર્ટીઓએ ઈમરાન ખાનના રાજીનામાની માંગ કરી છે.

ઈમરાન ખાનને ટોણો મારતા બુધવારે રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા આપવામાં આવેલા નિવેદનથી પંજાબનું રાજકારણ ગરમાઈ શકે છે. વાસ્તવમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના પ્રમુખની ભૂમિકામાં છે. આ પહેલા પણ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વિશે ઘણી વખત નિવેદન આપી ચુક્યા છે. જે બાદ ભાજપે તેમને ઘેરી લીધા હતા. આવી સ્થિતિમાં જો સિદ્ધુ રાજીવ ચંદ્રશેખરના નિવેદન પર પલટવાર કરે છે તો પંજાબનું રાજકારણ ગરમાય તે નિશ્ચિત છે.

આ પણ વાંચો –

World Passport Ranking 2022 જાહેર, ભારતીય પાસપોર્ટ ધારકોને 60 દેશમાં Prior Visa વગર મળશે એન્ટ્રી

આ પણ વાંચો –

યમનના હુતી વિદ્રોહીઓએ UAEનું જહાજ કબજે કરતા 11માંથી 7 ભારતીય કેદ, તમામ લોકોની મુક્તિ માટે પગલા લેવાવાના શરૂ

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">