યમનના હુતી વિદ્રોહીઓએ UAEનું જહાજ કબજે કરતા 11માંથી 7 ભારતીય કેદ, તમામ લોકોની મુક્તિ માટે પગલા લેવાવાના શરૂ

યમનના હુતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાંથી એક જહાજ કબજે કર્યું છે. તેના પર UAEનો ધ્વજ છે. જહાજમાં ભારતીયો પણ સામેલ છે.

યમનના હુતી વિદ્રોહીઓએ UAEનું જહાજ કબજે કરતા 11માંથી 7 ભારતીય કેદ, તમામ લોકોની મુક્તિ માટે પગલા લેવાવાના શરૂ
UAE SHIP ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 2:06 PM

યમનના(Yemen) હુતી વિદ્રોહીઓએ(Houthi Rebels) સંયુક્ત આરબ અમીરાતના (United Arab Emirates) રવાબી નામના જહાજને કબજે કરી લીધું છે. જેમાં કુલ 11 લોકો સવાર હતા. ક્રૂમાં આ લોકોમાંથી 7 ભારતના છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. બળવાખોરોએ 2 જાન્યુઆરીએ લાલ સમુદ્રમાં જહાજ કબજે કરી લીધું હતું. આ સ્થળ યમનના હોદેદાહ બંદર પાસે છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ માહિતી આપી હતી કે ભારતીય પ્રશાસને ભારતના તમામ લોકોની સુરક્ષિત મુક્તિ માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

બાગચીએ કહ્યું, “ભારત સરકાર 2 જાન્યુઆરી, 2022 ના રોજ હુતી દ્વારા UAE જહાજને કબજે કરવા પર નજીકથી નજર રાખી રહી છે. અમે જહાજનું સંચાલન કરતી કંપનીના સંપર્કમાં છીએ અને તેમને જણાવ્યું છે કે જહાજમાં સવાર 11 લોકોમાંથી 7 ભારતના છે. અમને કંપની અને અન્ય સ્ત્રોતો પાસેથી માહિતી મળી છે કે તમામ ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારત સરકાર શક્ય તેટલી વહેલી તકે તેને મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. અમે હુતીઓને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી કરીએ છીએ.

UNSCને લખ્યો પત્ર

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ભારત યમનમાં તાજેતરની લડાઈમાં વધારો થવાથી ચિંતિત છે અને આશા રાખે છે કે તમામ હિતધારકો આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વાતચીત કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં સંયુક્ત આરબ અમીરાતના કાયમી પ્રતિનિધિ લાના નુસીબેહે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને પત્ર મોકલ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે જહાજમાં સવાર 7 ભારતીયો સિવાય 5 ક્રૂ મેમ્બર ઈથોપિયા, ઈન્ડોનેશિયા, મ્યાનમાર અને ફિલિપાઈન્સના છે.

ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video

શા માટે વહાણ કબજે કરવામાં આવ્યું?

UAE સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના લશ્કરી જોડાણનો ભાગ છે. જે યમનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારની પુનઃસ્થાપના માટે હુથી વિદ્રોહીઓ સામે લડી રહી છે. આ સંગઠને યમનના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે. સાઉદી નેતૃત્વએ જહાજ (Houthi શિપ UAE)ને પકડવાની નિંદા કરી છે. નુસીબેહે કહ્યું કે હુથીઓએ “આંતરરાષ્ટ્રીય કાયદાની મૂળભૂત જોગવાઈઓ” નું ઉલ્લંઘન કર્યું છે. યુએઈના રાજદૂતના જણાવ્યા અનુસાર, રવાબી સાઉદીની એક કંપની દ્વારા લીઝ પર આપવામાં આવેલ ‘સિવિલિયન કાર્ગો શિપ’ છે. તે લાલ સમુદ્રના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં હતું ત્યારે હુતીઓએ તેનો કબજો લીધો હતો.

હુતીને ઈરાનનું સમર્થન મળે છે

બીજી તરફ ઈરાન સમર્થિત હુથી સંગઠનનું કહેવું છે કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે જહાજ યમનના જળસીમામાં હતું. સંગઠને એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેના પર સૈન્ય હથિયારો પણ હતા. યમન સંકટની વાત કરીએ તો, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધન અને હુથીઓ વચ્ચે માર્ચ 2015થી લડાઈ ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા દર્શાવે છે કે છેલ્લા સાત વર્ષમાં, લગભગ 370,000 લોકો યુદ્ધના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામોને કારણે મૃત્યુ પામ્યા છે. વૈશ્વિક એજન્સીએ આ સ્થિતિને ‘માનવતાવાદી આપત્તિ’ ગણાવી છે.

આ પણ વાંચો : Pakistan: ઈમરાન મિયા ચારેબાજુએથી મુકાયા છે ભીંસમાં, ટંગડી ઉંચી રાખવા આપ્યુ નિવેદન કે હું કોઈનાં દબાણમાં નથી

આ પણ વાંચો : World Coronavirus Cases : અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, એક દિવસમાં 14 લાખથી વધુ કેસ, ફ્રાન્સ-સ્વીડનમાં કોરોના કેસે તોડ્યો રેકોર્ડ

g clip-path="url(#clip0_868_265)">