Breaking News: 1500 ટન LPG લઈને ભારત પહોંચ્યુ ટેન્કર, ‘ગ્રીન આશા’એ સલામત રીતે પાર કરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતના 'ગ્રીન આશા' નામના ટેન્કરે સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગને પાર કરી લીધો છે. જેના દ્વારા 15400 ટન LPG ભારત આવી રહ્યો છે.

મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે ભારત માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પુષ્ટિ આપી છે કે છેલ્લા 24 કલાકમાં કોઈપણ ભારતીય જહાજ કે નાવિક સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. દરમિયાન, ‘ગ્રીન આશા’ નામનું ભારતીય રાષ્ટ્રધ્વજવાળુ જહાજ સુરક્ષિત રીતે ભારતમાં પહોંચી ગયું છે. જે વર્તમાનમાં ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલને જોતા મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.
આ જહાજ 5 એપ્રિલ, 2026 ના રોજ વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંથી એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરીને આગળ વધ્યુ હતુ, ચાલુ સંઘર્ષને કારણે આ માર્ગ પાર કરવો અત્યંત જોખમી માનવામાં આવતો હતો; જોકે, ‘ગ્રીન આશા’ એ રસ્તામાં તમામ પડકારોને પાર કરીને સફળતાપૂર્વક તેની સફર પૂર્ણ કરી.
#WATCH | Delhi | Additional Secretary in the Ministry of Ports, Shipping and Waterways, Mukesh Mangal says, “…No incident involving Indian flagged vessels or Indian seafarers has been reported in the past 24 hours. The Indian flagged vessel Green Asha, which crossed the Strait… pic.twitter.com/TxZzikBrzm
— ANI (@ANI) April 9, 2026
‘ગ્રીન આશા’ એક LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) વાહક છે જે 15,400 ટન ગેસ લઈને ભારતમાં પહોંચ્યું છે. આ જહાજ JNPA (જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી) ખાતે લિક્વિડ બર્થ પર ડક કરવામાં આવ્યું છે, જે BPCL અને IOCL દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે. આ જહાજનું સુરક્ષિત આગમન ભારતની ઉર્જા સુરક્ષા અને પુરવઠાના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
#WATCH | Navi Mumbai, Maharashtra: Green Asha, an India-flagged LPG vessel that has successfully crossed the Strait of Hormuz, has moored at JNPA’s liquid berth operated by BPCL-IOCL today. It is the first such vessel to reach JNPA since the onset of the war between Iran, the… pic.twitter.com/195jKsk61l
— ANI (@ANI) April 9, 2026
ખાસ વાત એ છે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષ પછી, આ પ્રથમ ભારતીય જહાજ છે જે આ ચોક્કસ રૂટથી થઈને ભારતમાં સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ ઘટનાએ ભારતની દરિયાઈ સુરક્ષા અને લોજિસ્ટિકલ ક્ષમતાઓમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, જહાજ, તેનો સમગ્ર કાર્ગો અને તમામ ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સલામત અને સુરક્ષિત છે. વૈશ્વિક તણાવના આ યુગમાં, ‘ગ્રીન આશા’નું સુરક્ષિત પુનરાગમન માત્ર ભારત માટે એક વ્યૂહાત્મક વિજય જ નહીં, પણ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ રાષ્ટ્રની પુરવઠા શૃંખલા મજબૂત અને વિશ્વસનીય રહે છે તેનો પુરાવો પણ આપે છે.
