AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શાળાઓના 50 મીટરના દાયરામાં હવે કોલ્ડ ડ્રિંક, વડાપાઉં, બર્ગર અને આઇસક્રીમ પર બેન! FDAનો મોટો નિર્ણય

FDAએ શાળાઓના 50 મીટરના વિસ્તારમાં હવે પાનની દુકાનોની જેમ હાઇ ફેટ, સુગર અને સોલ્ટ વાળા ખોરાક (HFSS) પર બેન મૂકી દીધો છે. આ નિયમ હેઠળ વડાપાઉં, બર્ગર, કોલ્ડ ડ્રિંક અને મિઠાઈઓ વેચાણ પર પ્રતિબંધ રહેશે.

Breaking News: શાળાઓના 50 મીટરના દાયરામાં હવે કોલ્ડ ડ્રિંક, વડાપાઉં, બર્ગર અને આઇસક્રીમ પર બેન! FDAનો મોટો નિર્ણય
| Updated on: Jul 30, 2026 | 2:13 PM
Share

મહારાષ્ટ્રની શાળાઓમાં બાળકોને સાચું મિડ-ડે મીલ મળે, તે માટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મોટા નિર્ણયો લીધા છે. હવે કડકાઈ સાથે આ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોનું પાલન નહીં થવા પર સરકારી અને પ્રાઇવેટ શાળાઓ સામે કાર્યવાહી થશે. FDA કમિશનર તુકારામ મુંડેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં FDA સતત એક્શન લઈ રહ્યું છે. 18 પ્રકારની ફૂડ કેટેગરીના આધારે આ કાર્યવાહી થઈ રહી છે.

મિડ-ડે મીલમાં હવે ફક્ત પૌષ્ટિક ખોરાક

જણાવ્યું કે, ” એક મહત્વપૂર્ણ આદેશ પસાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 8 હજાર શાળાઓ છે, તેમને જે ખોરાક આપવામાં આવે છે, તેની એક નિયમાવલી છે. આ નિયમો 2020 માં બનાવવામાં આવ્યા હતા પરંતુ ઘણા લોકોને આ નિયમોની જાણકારી નહોતી. 27 જુલાઈ 2026 ના રોજ આદેશ જારી કરીને નિર્ણય લેવામાં આવ્યો છે કે આ નિયમોનું ચુસ્ત પાલન થાય. બાળકોને યોગ્ય ન્યુટ્રિશન મળવું જોઈએ. તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ આ આદેશ હેઠળ આવશે.”

શાળાની આસપાસ નહીં મળે કોલ્ડ ડ્રિંક અને જંક ફૂડ

તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં શાળાની અંદર અને શાળાના 50 મીટરના દાયરામાં HFSS (High Fat, Sugar, and Salt food) પ્રોડક્ટ્સ બેન રહેશે. આ નિયમ 2020 માં બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે FDA કડકાઈથી આ નિયમનું પાલન કરાવશે. HFSS પ્રોડક્ટ્સમાં વડાપાઉં, મિઠાઈ, કોલ્ડ ડ્રિંક, બર્ગર વગેરે તમામ આવે છે. FDA કમિશનરે કહ્યું, “હવે સમજી ગયા હશો કે આમાં કયા-કયા ફૂડ આવે છે. કોલ્ડ ડ્રિંક પણ HFSS પ્રોડક્ટમાં આવે છે. હવે એવું કહીને કામ નહીં ચાલે કે અમને ખબર નહોતી.”

FDAએ કયા-કયા નિર્ણયો લીધા?

  • શાળાની કેન્ટીન અને મિડ-ડે મીલ તમામ માટે પરમિશન લેવી ફરજિયાત રહેશે અને તેમની પાસે FSSAI લાયસન્સ હોવું જોઈએ.
  • શાળાની બહાર 50 મીટરના વિસ્તારમાં HFSS (હાઇ ફેટ, ટ્રાન્સ ફેટ, સુગર અને સોલ્ટ વાળા પ્રોડક્ટ્સ) પ્રોસેસ્ડ અથવા પેકેજ્ડ ફૂડ અને ડ્રિંક આઇટમ્સ પ્રતિબંધિત રહેશે. આમાં આઇસક્રીમ, ઘણી બધી મીઠી વસ્તુઓ અને કોલ્ડ ડ્રિંક્સ પણ સામેલ છે.
  • દરેક શાળામાં ફૂડ સેફ્ટી બોર્ડ અને સુપરવાઇઝરની નિમણૂક કરવી ફરજિયાત રહેશે.
  • દરેક શાળાના ખોરાકની તપાસ કરવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી થશે.
  • સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા સમેત વાલીઓ પણ આ આદેશ હેઠળ આવે છે. તમામ લોકો સુનિશ્ચિત કરે કે બાળકોને સાચો ખોરાક મળે.

શિક્ષકોને પણ આ અંગે ટ્રેનિંગ આપવામાં આવશે.

બીજી તરફ, તમને જણાવી દઈએ કે FDAએ મુંબઈના 5 નામાંકિત ક્લબોના FSSAI લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિષ્ઠિત ક્લબોના રસોડામાં વાંદા, માખીઓ, ફૂગ લાગેલા શાકભાજી, જામ થયેલી ગટરો, શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોનું એકસાથે સ્ટોરેજ, ગંદા સાધનો અને ખોરાક તૈયાર કરતી વખતે સ્વચ્છતાના નિયમોની અનદેખી જેવા ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે.

ભારતમાં દરેક મૃત્યુનું મેડિકલ સર્ટિફિકેટ કેમ જરૂરી? જાણો MCCD કેવી રીતે બચાવી શકે છે લાખો લોકોના જીવ

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">