તુર્કી અને પાકિસ્તાનને ભારત સાથેની દુશ્મની પડી મોંઘી ! ભારતે BRICSમાં લીધો બદલો
રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી 16મી બ્રિક્સ સમિટ ખૂબ ચર્ચામાં રહી હતી. BRICSમાં શરૂઆતમાં માત્ર 5 દેશો હતા. જેમાં 4 વધુ દેશ જોડાયા છે, ત્યારે હવે તુર્કીએ પણ તેમાં જોડાવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન તુર્કી સંબંધિત એક સમાચાર સામે આવ્યા હતા કે, ભારતે બ્રિક્સમાં સામેલ થવાનો તુર્કીનો રસ્તો રોકી દીધો છે.

તાજેતરમાં રશિયાના કઝાન શહેરમાં યોજાયેલી 16મી બ્રિક્સ સમિટ ખૂબ ચર્ચામાં રહી હતી. ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 5 વર્ષ બાદ થયેલી મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત એક આશ્ચર્યજનક વાત એ પણ હતી કે, BRICSનો ભાગ ના હોવા છતાં આ બેઠકમાં ભાગ લેવા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પણ પહોંચ્યા હતા. તુર્કી NATOનો સભ્ય દેશ છે, તેથી યુરોપના ઘણા દેશોએ BRICSની બેઠકમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની હાજરી અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તુર્કી સંબંધિત એક સમાચાર સામે આવ્યા હતા કે, ભારતે બ્રિક્સમાં સામેલ થવાનો તુર્કીનો રસ્તો રોકી દીધો છે. તુર્કીએ હજુ સુધી બ્રિક્સ સંગઠનનું સભ્યપદ મેળવ્યું નથી. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
