AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : ભારતે હરામી પાકિસ્તાનના 3 ફાઈટર જેટ અને 50 ડ્રોન તોડી પાડ્યા, જાણો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. ત્યારે પાકિસ્તાને ભારત પર ગઈકાલે રાત્રે એક સાથે 50 ડ્રોનથી હુમલો કર્યો હતો. જેને ભારતીય સેના દ્વારા 50 ડ્રોનને તોડી પાડ્યા છે. આ ઉપરાંત 3 ફાઈટર જેટને પણ જમીનદોસ્ત કર્યો છે.

India Pakistan War : ભારતે હરામી પાકિસ્તાનના 3 ફાઈટર જેટ અને 50 ડ્રોન તોડી પાડ્યા, જાણો
India Pakistan War Image Credit source: TV9 Bharatvarsh
| Updated on: May 09, 2025 | 8:45 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. ત્યારે પાકિસ્તાને ભારત પર ગઈકાલે રાત્રે એક સાથે 50 ડ્રોનથી હુમલો કર્યો હતો. જેને ભારતીય સેના દ્વારા 50 ડ્રોનને તોડી પાડ્યા છે. આ ઉપરાંત 3 ફાઈટર જેટને પણ જમીનદોસ્ત કર્યો છે. ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી ફરી એકવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ ભારતે તદ્દન સ્ફૂટ અને સખત જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના 50થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે અને ત્રણ ફાઈટર જેટને પણ જમીનદોસ્ત કર્યા છે. એર ડિફેન્સ સિસ્ટમ જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી સંપૂર્ણ સક્રિય કરવામાં આવી છે.

પાકિસ્તાનના 6 શહેરો પર ભારતનો વળતો હુમલો

ભારતના વળતા હુમલામાં પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, કરાચી, સિયાલકોટ, નરોવાલ, બહાવલપુર અને પેશાવર જેવા મોટા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. PoKમાં કોટલી અને મુઝફ્ફરાબાદમાં પણ ભારતીય સેના દ્વારા ભારે બોમ્બવર્ષા કરવામાં આવી હતી. મુઝફ્ફરાબાદમાં પ્રચંડ વિસ્ફોટ પછી આખું શહેર અંધકારમાં ગરકાવ થયું છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાને ચીનના વિમાનનો ઉપયોગ કર્યો હતો. ચીનની અનુમતિ બાદ વિમાનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

અમેરિકાની પાકિસ્તાનને ચીમકી: “આતંકવાદનો સમર્થન બંધ કરો”

તો બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે અમેરિકા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચીમકી આપી છે કે આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરો.

વિદેશ મંત્રાલય અને રક્ષાપ્રધાન લેશે મહત્વના નિર્ણય

ગઈકાલે ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે આજે સવારે 9 વાગ્યે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવશે જેમાં પાકિસ્તાન સામેની કાર્યવાહી અંગે વિગત રજૂ થશે. બીજી બાજુ, રક્ષાપ્રધાન રાજનાથસિંહે આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમાં cds અને ત્રણે સેના પ્રમુખોની હાજરી રહેશે. બપોરે 2 વાગ્યે DRDOની પણ ઈમરજન્સી બેઠક યોજાવાની છે.

g clip-path="url(#clip0_868_265)">