AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ‘વેપારી જહાજ’ પર મિસાઈલ છોડાઈ, 11 ભારતીય નાવિકો ઘાયલ

ઓમાન નજીક સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વેપારી જહાજ MT On Peace પર મિસાઈલ હુમલો થતાં સવાર 17 ભારતીયોમાંથી 11 નાવિકો ઘાયલ થયા છે. ઓમાન કોસ્ટ ગાર્ડે ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી દરિયાઈ માર્ગો પર નિર્દોષ નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.

Breaking News: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં 'વેપારી જહાજ' પર મિસાઈલ છોડાઈ, 11 ભારતીય નાવિકો ઘાયલ
Image Credit source: AI Generated
| Updated on: Oct 06, 2026 | 6:04 PM
Share

ઓમાનના કિનારા નજીક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પરથી પસાર થઈ રહેલા પનામાના ફ્લેગવાળા એક કોમર્શિયલ જહાજ MT On Peace પર મંગળવારે 06 સપ્ટેમ્બરે પ્રોજેક્ટાઈલ (મિસાઈલ/રોકેટ) વડે હુમલો થયો.

આ હુમલામાં જહાજ પર સવાર 12 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે, જેમાંથી 11 ભારતીય મૂળના છે. વિદેશ મંત્રાલયે (MEA) આ અંગે માહિતી આપી હતી.

કુલ 19 ક્રૂ મેમ્બર, જેમાં 17 ભારતીય નાગરિકો

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ જહાજ પર કુલ 19 ક્રૂ મેમ્બર સવાર હતા. આમાંથી 17 ભારતીય નાગરિકો છે. હુમલા બાદ ઓમાનના સત્તાધીશો અને કોસ્ટ ગાર્ડની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

ઘાયલ ક્રૂ મેમ્બર્સને જહાજમાંથી સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે ઓમાનના ખાસાબ શહેરમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારત સરકારે આ ઝડપી સહાય બદલ ઓમાન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે.

ભારતે કરી ‘હુમલાની ટીકા’

ભારતે કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ વિસ્તારમાં જહાજો પર સતત થઈ રહેલા હુમલા ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે.

MEA એ જણાવ્યું કે, કોમર્શિયલ જહાજો, નાવિકો અને નાગરિક બુનિયાદી માળખાને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. ભારતે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે આવા હુમલાઓને તાત્કાલિક રોકવાની અપીલ કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી શિપિંગ અને વેપાર વહેલી તકે સામાન્ય કરવાની પણ માંગ કરી છે.

ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ચિંતા

ભારત આ પહેલા પણ ઓમાનના કિનારા નજીક એક મરચન્ટ જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી ચૂક્યું છે. તે જહાજ પર 14 ભારતીય નાગરિકો સવાર હતા. ભારત સતત આ વિસ્તારમાં ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.

બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકટના સમયે નાવિકોની મદદ માટે ‘Seafarers Emergency Support Network’ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક વેપારમાં નાવિકોની મહત્વની ભૂમિકા છે. તેથી, સંકટ દરમિયાન તેમની સુરક્ષા અને મદદને પ્રાથમિકતા આપવી જોઈએ.

તમારા ઘર સામેના ખાડાની જવાબદારી કોની? રસ્તાના ખાડામાં વાહન પટકાય તો કોને દોષ દેવો !

Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">