AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Lodhika Sangh Election: રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં બળવો થવાનો ડર ?હજુ ચેરમેન-વાઇસ ચેરમેનનું કોંકડું ગુચવાયું

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના બાદ પણ ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક થઈ નથી. જિલ્લા ભાજપમાં જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણથી બળવો થવાનો ડર છે. આંતરિક રાજકારણના કારણે નિયુક્તિમાં વિલંબ થઈ રહ્યો હોવાની ચર્ચ છે

Rajkot Lodhika Sangh Election: રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં બળવો થવાનો ડર ?હજુ ચેરમેન-વાઇસ ચેરમેનનું કોંકડું ગુચવાયું
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 06, 2026 | 6:46 PM
Share

એશિયાના સૌથી મોટા તાલુકા સંઘની ચૂંટણી પૂર્ણ થયાને એક મહિનો થવા આવ્યો છે પરંતુ હજુ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થઇ નથી. ગત 8 સટેમ્બરના રોજ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. પરિણામ આવ્યા બાદ સામાન્ય રીતે એક સપ્તાહમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થઇ જતી હોય છે પરંતુ એક મહિના સુધી આ પ્રક્રિયા હાથ ધરાઇ નથી. ચૂંટણી કમિશનર નિમણૂક ન થવાં પાછળ સંઘ તરફથી દરખાસ્ત ન આવી હોવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા આવતા સપ્તાહમાં પ્રદેશ સાથે ચર્ચા કરીને નામો નક્કી થશે તેવું કહી રહ્યા છે. મોડી નિયુક્તિ પાછળ ડિરેક્ટરોની ચૂંટણીની જેમ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણીમાં પણ બળવો થવાનો ડર હોય તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.

ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક અંગે ટીવીનાઇન દ્રારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે આવતા સપ્તાહમાં પ્રદેશ ભાજપ આ અંગે નિર્ણય લઇ શકે છે. પ્રદેશમાંથી નામો નક્કી કર્યા બાદ તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઇને નામો જાહેર કરવામાં આવશે.

શું જિલ્લા ભાજપને બળવો થવાનો ડર ?

આમ તો આ ચુંટણી બે સંઘ પુરતી મર્યાદિત હતી પરંતુ જિલ્લા ભાજપમાં જ બે જુથ આમને સામને હોવાને કારણે આ ચૂંટણી રસપ્રદ બની હતી. બે સીટ પર મતદારોએ ભાજપ દ્રારા આપવામાં આવેલા મેન્ડેન્ટને બાજુએ મૂકીને વ્હિપ વિરુદ્ધ મતદાન કરતા આ ચૂંટણી વધુ રસપ્રદ અને રાજકીય અસ્તિત્વની લડાઇ બની હતી. એક તરફ જયેશ રાદડિયા જુથ છે તો બીજી તરફ પ્રશાંત કોરાટ જુથ છે. જે બંન્ને નેતા પોતાના નજીકના લોકોને બેસાડવા માટે પ્રયત્નશીલ છે. હવે જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થવાની છે ત્યારે એક તરફ જિલ્લા ભાજપ બાબુ નસીતના નામ પર જોર લગાવી રહ્યા છે જ્યારે બીજી તરફ રાદડિયા જુથના ટેકેદાર તરીકે નિતીન ઢાંકેચાનું નામ મોખરે છે ત્યારે જો જિલ્લા ભાજપ કોઇ નામ મૂકે તો રાદડિયા જુથ બળવો કરે તેવી પુરી શક્યતા જોવાઇ રહી છે અને કદાચ એટલા માટે જ નિયુક્તિમાં સમય લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં જયેશ રાદડિયા vs પ્રશાંત કોરાટ, બે સિનીયર નેતાઓએ રા.લો સંઘને બનાવ્યો પ્રતિષ્ઠાનો જંગ

Follow Us
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
g clip-path="url(#clip0_868_265)">