Pakistan Political Crisis : અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે આજે રાત્રે ઈમરાન ખાન પાકિસ્તાનને સંબોધશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ગુરુવારે રાત્રે દેશને સંબોધિત કરશે. આ કાર્યક્રમ બુધવાર માટે નક્કી કરવામાં આવ્યો હતો જે પાછળથી મુલતવી રાખવામાં આવ્યો હતો. એવા સમાચાર હતા કે ઈમરાન ખાન વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે.

Pakistan Political Crisis : અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે આજે રાત્રે ઈમરાન ખાન પાકિસ્તાનને સંબોધશે
Imran Khan, Prime Minister of Pakistan (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 4:45 PM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાન ગુરુવારે રાત્રે દેશને સંબોધિત કરવાના છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર, આજે નીચલા ગૃહમાં વડા પ્રધાન ઇમરાન ખાન (Imran khan) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ ચર્ચા થશે. નીચલા ગૃહનો કાર્યક્રમ સાંજે શરૂ થશે. પહેલા એવા સમાચાર હતા કે વડાપ્રધાન બુધવારે દેશને સંબોધન કરવાના છે. પરંતુ બાદમાં સંબોધન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. વડા પ્રધાનની પાર્ટી પીટીઆઈના (PTI) સાંસદ ફૈઝલ જાવેદ ખાને જણાવ્યું હતું કે ઈમરાન ખાનનું બુધવારનું નિર્ધારિત સંબોધન મોકૂફ રાખવામાં આવ્યું છે.

વિપક્ષનો દાવો છે કે સરકારને તોડવા માટે 175 સાંસદોનું સમર્થન છે

વિપક્ષે દાવો કર્યો હતો કે સરકારને તોડવા માટે તેમની પાસે 175 સભ્યોનું સમર્થન છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પણ કહ્યું હતું કે વિપક્ષને 175 સાંસદોનું સમર્થન મળ્યું છે. વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા માટે વિપક્ષને માત્ર 172 સભ્યોના સમર્થનની જરૂર છે. જો કે સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ને વધુ એક આંચકો લાગ્યો છે. પીટીઆઈના સહયોગી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) એ શાસક ગઠબંધન સાથે સંબંધો તોડી નાખ્યા છે. આટલું જ નહીં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) એ પણ વિપક્ષ સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

શાસક ગઠબંધનમાંથી બહાર નીકળવાની જાહેરાત MQM-Pના કન્વીનર ડૉ. ખાલિદ મકબૂલ સિદ્દીકીએ (Khalid Maqbool Siddiqui) વિપક્ષના ટોચના નેતાઓ શહેબાઝ શરીફ (Shehbaz Sharif), મૌલાના ફઝલુર રહેમાન (Maulana Fazlur Rehman) અને બિલાવલ ભુટ્ટો ઝરદારીએ (Bilawal Bhutto Zardari) સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

અત્રે ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ગૃહમાં 155 સાંસદો છે જેમાંથી ઘણા બળવા પર ઉતરી આવ્યા છે. બળવો થયો હોવાના અહેવાલો છે. આટલું જ નહીં હાલમાં ઈમરાન ખાનને ઘણા સાથી પક્ષો તરફથી પણ ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા નથી.

આ પણ વાંચોઃ

Pakistan : ઈમરાન ખાનની વિદાય બાદ પાકિસ્તાનની બાગડોર સંભાળી શકે છે શાહબાઝ શરીફ, જાણો કોણ છે આ વ્યક્તિ ?

આ પણ વાંચોઃ

PTIના વરિષ્ઠ નેતાનો દાવો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો, હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું

g clip-path="url(#clip0_868_265)">