ઈમરાનની બુરખાવાળી બેગમનો ઓડિયો લીક થતા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ, સાંભળો ઓડિયોમાં તે પાકિસ્તાનમાં શું કરવાનું કરી રહી છે

Bushra bibi viral audio clip : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની એક પત્નીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પાકિસ્તાનમાં આવા કામ કરવાની વાત કરી રહી છે જેને સાંભળીને પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે.

ઈમરાનની બુરખાવાળી બેગમનો ઓડિયો લીક થતા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ, સાંભળો ઓડિયોમાં તે પાકિસ્તાનમાં શું કરવાનું કરી રહી છે
imran khan wife bushra bibi
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 03, 2022 | 9:49 PM

પાકિસ્તાન અને પાકિસ્તાનના (Pakistan) લોકો હંમેશા અલગ અલગ મુદ્દાને  લઈને ચર્ચામાં રહે છે. આતંકના મુદ્દે, મોંઘવારી, સત્તા પરિવર્તન, પાકિસ્તાનના ગધેડા અને પાકિસ્તાનના નેતાઓના કારણે પાકિસ્તાન દુનિયામાં મજાકનું પાત્ર બનતુ આવ્યુ છે.હાલમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imaran Khan) બેગમ બુશરા બીબીની એક ઓડિયો ક્લિપ (Bushra bibi viral audio clip)સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં બુશરા બીબી ઈમરાન ખાનના પ્રવક્તા ડૉ. અરસલાન ખાલિદને કથિત રીતે ‘દેશદ્રોહની કથા’ ફેલાવવા માટે પૂછતી સાંભળવામાં આવી છે. 2 મિનિટની ઓડિયો ક્લિપની શરૂઆત ઈમરાન ખાનની પત્નીના ગુસ્સાથી થાય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ ન રહેવા બદલ ડૉ.અરસલાન ખાલિદ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે.

એક અહેવાલ મુજબ, બુશરા બીબીએ ડૉ.અરસલાન ખાલિદને (Dr. Arsalan Khalid) કહ્યું કે, ‘પીટીઆઈની સોશિયલ મીડિયા વિંગ હાલના  દિવસોમાં વધુ સક્રિય હોવી જોઈએ.’ પીટીઆઈએ ઈમરાન ખાનની પાર્ટી છે.ડૉ.અરસલાન  ‘સક્રિય’ ન હોવા માટે તેનો ખુલાસો આપે છે પરંતુ બુશરા તેને અટકાવે છે અને તેને તેની વાત ધ્યાનથી સાંભળવા કહે છે. તેણે કહ્યું કે, અલીમ ખાન અને ઘણા લોકો મારા, ઈમરાન ખાન અને મારી મિત્ર ફરાહ ખાન વિશે નિવેદન કરે છે. બુશરાએ અરસલાનને આવા લોકોને ‘દેશદ્રોહ’ સાથે જોડવા કહ્યું હતું.

આ રહ્યો એ વાયરલ ઓડિયો ક્લિપ

તેમના વિરોધને રાજદ્રોહ સાથે જોડો

વાયરલ ઓડિયો ક્લિપમાં બેગમ બુશરા બીબી કહી રહી છે કે, અલીમ ખાન અને અન્ય લોકો તેમની યોજના મુજબ બોલવાનું ચાલુ રાખશે. તમારે તેમને રાજદ્રોહ સાથે જોડવા જોઈએ. તમારે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પત્રનો મુદ્દો ઉઠાવવો જોઈએ અને જણાવવું જોઈએ. ઓડિયો ક્લિપમાં, બુશરાએ કથિત રીતે પીટીઆઈના સોશિયલ મીડિયાના વડાને આ વાત ચલાવવાનો આદેશ આપ્યો હતો કે પીટીઆઈ છોડનારાઓ પોતાનો બચાવ કરવા વિદેશી કાવતરાખોરો સાથે જોડાયા હતા.

આ મુદ્દાને દબાવા ના દો

બેગમ બુશરા બીબીએ કથિત રીતે ડો. અરસલાનને રશિયા પાસેથી તેલ ન ખરીદવાનો સરકારનો મુદ્દો ઉઠાવવા અને તેને ઈમરાન ખાનના વિશ્વાસઘાત સાથે જોડવા માટે તેમની ટીમને સૂચના આપવા જણાવ્યું હતું. ઓડિયોમાં બુશરાએ અરસલાનને કહ્યું હતું કે, ‘તમે આ મુદ્દાને દબાવવા ન દઈ શકો.’ તેણે એક ટ્રેન્ડ બનાવવાનું કહ્યું જેથી લોકો જાણી શકે કે ‘દેશ અને ઈમરાન ખાન સાથે દગો થઈ રહ્યો છે’. બુશરાએ કહ્યું, ‘હું તમને આ માત્ર કહી રહી છું.કોઈની સાથે ચર્ચા કરશો નહીં.’ આ પહેલીવાર નથી કે બુશરા બીબીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હોય. આ પહેલા પણ આ પ્રકારના ઓડિયો ક્લિપ વાયરલ થયા છે. આ ઓડિયો ક્લિપ ઈમરાન ખાનની સરકાર પડવા પહેલાનો હોઈ શકે છે.

આ પણ વાંચો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati