મેં સમગ્ર બ્રહ્માંડને સમજી લીધું છે! ભારતીય મૂળના મનોચિકિત્સકનો ચોંકાવનારો દાવો

ભારતીય મૂળના ક્લિનિકના મનોચિકિત્સકે (Indian origin psychiatrist) એવો દાવો કર્યો છે કે તેઓ બેભાન અવસ્થામાંથી જાગતી વખતે સમગ્ર બ્રહ્માંડને સમજી ગયા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

મેં સમગ્ર બ્રહ્માંડને સમજી લીધું છે! ભારતીય મૂળના મનોચિકિત્સકનો ચોંકાવનારો દાવો
Indian origin psychiatrists shocking claim Image Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 8:33 PM

દુનિયા અને સમગ્ર બ્રહ્માંડ (whole universe) અનેક રહસ્યોથી ભરપૂર છે. દુનિયાના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દુનિયા અને સમગ્ર બ્રહ્માંડના રહસ્યો જાણવા વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. આ રિસર્ચ પરથી દુનિયાને અનેક રહસ્યો વિશે જાણવા મળે છે. આ રહસ્યો ચોંકાવનારા હોય છે જેને જાણીને અને જોઈને દુનિયાભરના લોકો દંગ રહી જતા હોય છે. સૂર્યમંડળ, મંગળ પર જીવનની શક્યતાઓ, એલિયન્સ આ બધુ વર્ષોની રિસર્ચ પરથી જાણવા મળેલા રહસ્યો છે. હાલમાં ભારતીય મૂળના મનોચિકિત્સક બ્રહ્માંડને લઈને કરેલા દાવાને કારણે ચર્ચામાં છે. ભારતીય મૂળના ક્લિનિકના મનોચિકિત્સકે (Indian origin psychiatrist) એવો દાવો કર્યો છે કે તેઓ બેભાન અવસ્થામાંથી જાગતી વખતે સમગ્ર બ્રહ્માંડને સમજી ગયા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

યુકેની વોરવિક યુનિવર્સિટીમાં કામ કરતા ભારતીય મૂળના મનોચિકિત્સકે એવો દાવો કર્યો છે કે તેઓ બેભાન અવસ્થામાંથી જાગતી વખતે સમગ્ર બ્રહ્માંડને સમજી ગયા છે. આ મનોચિકિત્સકનું નામ છે પ્રોફેસર સ્વરણ સિંહ. તેમનો દાવો છે કે તેમણે સમગ્ર બ્રહ્માંડને પોતાની સંજ્ઞાનાત્મક બુદ્ધિથી સમજી લીધુ છે.આ એક પ્રયોગ હતો. તેને સમજવુ ખુબ મુશ્કેલ છે.

આ પણ વાંચો

આ પ્રયોગ જર્નલ ઓફ નર્વસ એન્ડ મેન્ટલ ડિઝીસમાં પ્રકાશિત થયો છે. પ્રોફેસર સ્વરણ સિંહ એ જણાવ્યુ છે કે  આ કિસ્સો 38 વર્ષ જુનો છે.  4 એપ્રિલ, 1984માં તેમનો અકસ્માત થયો હતો, જેના કારણે તેમણે સર્જરી કરાવી પડી હતી. સર્જરી પછી જયારે તે ભાનમાં આવતા હતા તે દરમિયાન તેઓ સમગ્ર બ્રહ્માંડને સમજી ગયા હતા. તેને સમજાવુ ખુબ મુશ્કેલ હતુ. તેઓ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો સંબંધ સમજી ગયા હતા. આ અનુભવને સમજાવવા તેઓ વર્ષોથી તેની રીતો અને ઉદાહરણ શોધી રહ્યા હતા. હવે તેનો રિપોર્ટ એક સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયો છે.

નોએસિસ

પ્રોફેસર સ્વરણ સિંહે જણાવ્યુ કે આ સ્થિતીને વિજ્ઞાનની ભાષામાં નોએસિસ કહે છે. કોઈપણ વસ્તુને તાર્કિક રીતે સમજવુ તેને નોએસિસ કહેવાય છે. આ નોએસિસ તેને જ થાય છે તેને કોઈ વસ્તુની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય. ભાનમાં આવતા સમયે 10-12 મિનિટ સુધીમાં તેમણે સમગ્ર બ્રહ્માંડને સારી રીતે સમજી લીધુ. તેમને લાગ્યુ કે તેઓ સમગ્ર બ્રહ્માંડના રહસ્યોને જાણી ગયા છે.

પ્રોફેસર સ્વરણ સિંહનો દાવો

પ્રોફેસર સ્વરણ સિંહનું કહેવુ છે કે જીવન સતત બદલાતુ રહે છે, પણ તેને ચલાવનાર ઊર્જા સમાન જ રહે છે. તેમા કોઈ ફેરફાર નથી થતો. એક જીવન ખત્મ થતા બીજુ જીવન ચાલુ થાય છે પણ ઊર્જા સમાન જ રહે છે. મેં જે અનુભવ કર્યો એ ધ્યાન કે સાઈકેડેલિક દવાની અસરથી થઈ શકે છે. પ્રોફેસર સ્વરણ સિંહનું કહેવુ છે કે આ ઘટના પાછળ દવાની અસર પણ હોય શકે છે. પણ તેનાથી જે તેમને જાણવા મળ્યુ તે અદભુત હતુ. આ દવાની અસરથી મગજના એવા ભાગ સક્રિય થઈ જાય છે, જેનાથી મોટા યોગીઓ ધ્યાન કરતા હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">