ઈસ્લામાબાદ રેલીમાં વિપક્ષને ઘેરતા-ઘેરતા ઈમરાન ખાનની ‘સોય’ ભારત પર અટકી, જાણો શું કહ્યું ?
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, તેમની સરકારે છેલ્લા 3.5 વર્ષમાં વધુ સારું કામ કર્યું છે અને આર્થિક સ્થિતિને પણ યોગ્ય રીતે સંભાળી છે.
Pakistan : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) રવિવારે ઈસ્લામાબાદમાં(Islamabad) એક રેલીમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે ભારતનો ઉલ્લેખ પણ કર્યો હતો. ઈમરાને પોતાની રેલીમાં કહ્યું કે, તેમની 3.5 વર્ષ જૂની સરકારને(Pakistam Government) તોડવાના કાવતરામાં વિદેશી દળોનો પણ હાથ છે. પાકિસ્તાની વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ દ્વારા તેમની વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સોમવારે મતદાન થવાનું છે. વિપક્ષનું કહેવું છે કે ઈમરાન વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ(NO trust Motion) લાવવામાં આવ્યો છે કારણ કે તેમની સરકારે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે.
સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે : ઈમરાન ખાન
ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત રેલીમાં ઈમરાન ખાને કહ્યું કે, વિદેશી નાણા દ્વારા તેમની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આમાં તેના કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે. વધુમાં પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે તેમની પાસે આ અંગે પુરાવા છે અને આ પુરાવા એક પત્ર છે. જો કોઈને તેની વાત પર શંકા હોય તો તે તેને ઓફ ધ રેકોર્ડ મળી શકે છે. ઈમરાને કહ્યું કે તેમની સરકારે છેલ્લા 3.5 વર્ષમાં વધુ સારું કામ કર્યું છે અને આર્થિક સ્થિતિને પણ યોગ્ય રીતે સંભાળી છે. વિપક્ષ પર પ્રહાર કરતા ઈમરાને ભારતનો ઉલ્લેખ કર્યો અને દેશમાં કરેલા પોતાના ક્રિકેટ પ્રવાસ વિશે પણ વાત કરી.
ઈમરાન ખાને ભારત વિશે શું કહ્યું?
ઇસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં પોતાના ભાષણમાં ઇમરાને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનો પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ છેલ્લા 30 વર્ષથી માત્ર લૂંટ ચલાવે છે. ઈમરાને કહ્યું, ’90ના દાયકા સુધી આપણે ભારતની બરાબરી કરતા હતા. અમે દરેક ક્ષેત્રે તેમની સામે ઊભા હતા. પરંતુ અગાઉની સરકારોની નીતિઓને(Government Policy) કારણે આપણે પાછળ રહી ગયા છીએ. ભારત આપણાથી આગળ નીકળી ગયું છે. બાંગ્લાદેશે પણ આપણને પાછળ છોડી દીધા. મેં 24 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી અને તેમાંથી 19 જીતી. હું ત્યાં પણ જીતીને આવ્યો છું.
વિપક્ષ પર ચોતરફ પ્રહાર
આ સાથે જ પોતાની રેલી દરમિયાન ઈમરાન ખાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તેને ભ્રષ્ટ રાજકારણીઓ અને પ્રામાણિક સરકાર વચ્ચેનું યુદ્ધ ગણાવ્યું હતું. ઈમરાને કહ્યું, ‘પાકિસ્તાનમાં સ્થાનિક લોકોની મદદથી સરકારો બદલવામાં આવી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ જ્યારે સ્વતંત્ર વિદેશ નીતિ જાળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ફઝલુર રહેમાન અને ફરાર નવાઝ શરીફના પક્ષોએ તેમની વિરુદ્ધ પ્રચાર કર્યો અને તત્કાલીન વડાપ્રધાનને ફાંસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સરકારને ઉથલાવી દેવાના કાવતરાથી માંડીને પોતાના માટેના ખતરા સુધી, ઈમરાને ઈસ્લામાબાદની રેલીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર