પાકિસ્તાનના PM ઈમરાન ખાન આજે આપશે રાજીનામુ ? આ એક બદલાવથી મળી રહ્યા છે સંકેત

પાકિસ્તાનના PM ઈમરાન ખાન આજે આપશે રાજીનામુ ? આ એક બદલાવથી મળી રહ્યા છે સંકેત
PM Imran Khan (File Photo)

યુટ્યુબ ચેનલના નામમાં શનિવારે કરાયેલા ફેરફારથી લોકોને આશ્ચર્ય થયું. આ ચેનલનું નામ અત્યાર સુધી વડાપ્રધાન કાર્યાલય હતું,પરંતુ હવે તેનું નામ બદલીને 'ઈમરાન ખાન' કરી દેવામાં આવ્યુ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 27, 2022 | 11:08 AM

Pakistan: પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલનું નામ બદલવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અટકળોએ જોર પકડ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ખાન (PM IMran Khan) આજે ઈસ્લામાબાદમાં તેમના દ્વારા બોલાવવામાં આવેલી રેલીમાં પદ છોડી શકે છે. તમને જણાવી દઈએ કે ઈમરાને આ રેલી એટલા માટે બોલાવી છે, જેથી તેની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીની તાકાતનું પ્રદર્શન કરી શકાય. ઈમરાન સરકારને (Imran Government) હટાવવા માટે વિપક્ષ નેશનલ એસેમ્બલીમાં (National Assembly) અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે દેશના આર્થિક સંકટ (Financial Crisis) માટે ઈમરાન સરકાર જવાબદાર છે.

શનિવારે યુટ્યુબ ચેનલના નામમાં ફેરફારથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.અત્યાર સુધી ચેનલનું નામ વડાપ્રધાન કાર્યાલય હતું, ત્યારે તેને એક વેરિફાઈડ ટિક મળી હતી. જોકે હવે તેનું નામ બદલીને ‘ઈમરાન ખાન’ કરી દેવામાં આવ્યુ છે. ઈમરાન ખાને વિપક્ષના વિરોધની ટીકા કરતા તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે ઈમરાને લોકોને 27 માર્ચે ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આવવા વિનંતી કરી છે. ઈમરાન ખાને કહ્યું કે,’હું ઈચ્છું છું કે મારા લોકો કાલે પરેડ ગ્રાઉન્ડમાં આવે, કાલે અમે જનતાનો સમુદ્ર બતાવીશું!’ ત્યારે હાલ ઈમરાન ખાન માટે રાજકીય પડકારો વધી ગયા છે.

ઈમરાન ખાન વિરુદ્ધ તેમના જ સાંસદો ઉભા થયા

ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાનની સરકાર IMF(International Monetary Fund) સાથે છ અબજ ડોલરના બચાવ પેકેજ પર ચર્ચા કરી રહી છે. આ ઉપરાંત સરકારને હાલ બેરોજગારી અને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈસ્લામાબાદમાં PPPની લાંબી કૂચ બાદ વિરોધ પક્ષો દ્વારા 8 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. વિપક્ષને વિશ્વાસ છે કે તે પ્રસ્તાવ પર સફળતા મેળવશે, કારણ કે PTI પાર્ટી ઘણા સાંસદો ઈમરાન ખાન વિરુદ્ધ ઉભા છે.

હું કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપુ: ઈમરાન ખાન

ઈમરાન ખાને બુધવારે કહ્યું હતુ કે વિપક્ષના વધતા દબાણ વચ્ચે તેઓ કોઈપણ સંજોગોમાં રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું, હું છેલ્લા બોલ સુધી રમીશ અને આગલા દિવસે તેમને આશ્ચર્યચકિત કરીશ કારણ કે તેઓ હજુ પણ દબાણમાં છે. મારું ટ્રમ્પ કાર્ડ છે કે મેં હજી સુધી મારું કોઈ કાર્ડ રાખ્યું નથી. જ્યારે બીજી તરફ વિપક્ષ કહી રહ્યુ છે કે ઈમરાન ખાન પાસે રવિવારે દેશને બતાવવા માટે કોઈ ‘ટ્રમ્પ કાર્ડ’ નથી.

આ પણ વાંચો :  ‘ઈમરાન અને પત્ની બુશરા બીબીએ લીધી છ અબજ રૂપિયાની લાંચ’, મરિયમ નવાઝનો મોટો આરોપ

આ પણ વાંચો : China Plane Crash: ચીનમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ 132 લોકોના મોતની પુષ્ટિ, જાણો સમગ્ર વિગત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati