પાકિસ્તાન: IMF એ કરી મહત્વની જાહેરાત, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મળશે મોટી રાહત
આઈ.એમ.એફ.એ ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના વિદેશી દેવાની જરૂરિયાતો ઘટાડીને US $25 બિલિયન કરી છે. તેનાથી પાકિસ્તાનને ઘણી રાહત મળી છે. બહુપક્ષીય એજન્સીએ રોકડની તંગીથી પીડિત પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટી રાહત આપી છે. તેમાં 3.4 અબજ યુએસ ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં મોંઘવારી પણ આસમાને છે. આ સાથે જ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ ઘણા વધારે રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. પાકિસ્તાને દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે IMF પાસેથી અનેક વખત મદદ લીધી છે. પાકિસ્તાન દ્વારા ઘણા રૂપિયા ઉધાર લેવામાં આવ્યા છે, જેથી અર્થવ્યવસ્થાને સુધારી શકાય. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે IMF પાકિસ્તાનને રાહત આપશે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટી રાહત
આઈ.એમ.એફ.એ ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના વિદેશી દેવાની જરૂરિયાતો ઘટાડીને US $25 બિલિયન કરી છે. તેનાથી પાકિસ્તાનને ઘણી રાહત મળી છે. બહુપક્ષીય એજન્સીએ રોકડની તંગીથી પીડિત પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટી રાહત આપી છે. તેમાં 3.4 અબજ યુએસ ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના એક રિપોર્ટમાં શનિવારે આ માહિતી આપવામાં આવી છે.
70 કરોડ યુએસ ડોલર રિલીઝ કરવામાં આવશે
રિપોર્ટ મૂજબ વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક ધિરાણકર્તાએ સરકારના આર્થિક અનુમાનોને નકારી કાઢ્યા અને આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 2 ટકા કર્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રતિનિધિ મંડળે 15 નવેમ્બરે પાકિસ્તાની અધિકારીઓ સાથે બે સપ્તાહની લાંબી વાતચીત પૂર્ણ કરી હતી. ત્યારબાદ કર્મચારી સ્તરીય કરારની જાહેરાત કરવામાં આવી હતી. આ સબબ પહેલાથી જ સંમત US$3 બિલિયનના લોનના બીજા તબક્કા તરીકે 70 કરોડ યુએસ ડોલર રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો : પાકિસ્તાન સમાચાર: ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં ફસાયું પાકિસ્તાન, 70 અબજ ડોલરનું રોકાણ લટક્યું
સરકારે 4 મહિનામાં 6 અબજ યુએસ ડોલર ઉધાર લીધા
આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે જુલાઈની તુલનામાં, IMFએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિદેશી દેવાની જરૂરિયાતો US $ 28.4 બિલિયનથી ઘટાડીને US $ 25 બિલિયન કરી છે. સરકારે 4 મહિનામાં 6 અબજ યુએસ ડોલર ઉધાર લીધા છે.
ઈનપુટ – ભાષા
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો