AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખરેખર ! કરાંચી યુનિવર્સિટીમાં બ્લાસ્ટ કરનાર બલૂચ મહિલાના પતિનુ ટ્વિટ ચર્ચામાં, કહ્યું ‘હું ગર્વ અનુભવુ છું’

બલૂચ લિબરેશન આર્મીએ, કરાચી યુનિવર્સિટીમાં (karachi university) બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. આ હુમલો એક મહિલા 'ફિદાયી' દ્વારા કરવામાં આવ્યો હતો.

ખરેખર ! કરાંચી યુનિવર્સિટીમાં બ્લાસ્ટ કરનાર બલૂચ મહિલાના પતિનુ ટ્વિટ ચર્ચામાં, કહ્યું 'હું ગર્વ અનુભવુ છું'
Shari Baloch (File Photo)Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 1:04 PM
Share

મંગળવારે કરાચી યુનિવર્સિટીમાં બ્લાસ્ટ (Pakistan Karachi University Blast) કરીને ત્રણ ચીની નાગરિકોનો(China Civilian)  ભોગ લેનાર 30 વર્ષીય શારી બલોચના પતિએ, તેની પત્નીની કામગીરી પર કથિત રીતે ગર્વ વ્યક્ત કર્યો છે. અફઘાન પત્રકાર બશીર અહેમદે પોતાના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પતિએ ટ્વીટ(Tweet)કરીને લખ્યું, ” શારી જાન, તમારા નિઃસ્વાર્થ કામે મને અવાચક બનાવી દીધો છે, પરંતુ હું પણ આજે ગર્વ અનિભવુ છું. માહરોચ અને મીર હસન તેમની માતા કેટલી મહાન મહિલા હતી તે સમજીને ખૂબ જ ગર્વ અનુભવશે, તુ હંમેશા અમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની રહેશે.”

બલૂચ લિબરેશન આર્મીએ બ્લાસ્ટની જવાબદારી લીધી

તમને જણાવી દઈએ કે, બલૂચ લિબરેશન આર્મીએ કરાચી યુનિવર્સિટીમાં બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. આ હુમલો એક મહિલા ‘ફિદાયી’ દ્વારા કરવામાં આવ્યો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (Libration Army) દ્વારા બહાર પાડવામાં આવેલા વિગતવાર નિવેદન મુજબ, શારી બલોચ ઉર્ફે બ્રમશ નઝર અબાદ તુર્બતના રહેવાસી છે. 30 વર્ષીય શરી, પ્રાણીશાસ્ત્રમાં PG સાથે  એમફીલનો અભ્યાસ કરી રહી હતી. “તે એક માધ્યમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે પણ કામ કરતી હતી. એક વિદ્યાર્થી તરીકે, શારી બલૂચ સ્ટુડન્ટ્સ યુનિયનની સભ્ય હતી.”

BLA તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે શેરી બલૂચ રાષ્ટ્રની પ્રથમ મહિલા ફિદાયીન બનીને બલૂચ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે,” અહેવાલો અનુસાર, શારી બલોચને બે બાળકો છે. તેના પતિને ડેન્ટિસ્ટ ગણવામાં આવે છે,જ્યારે તેના પિતા સરકારી કર્મચારી હતા.પત્રકાર બશીર અહમદ ગવાખે જણાવ્યું હતું કે, “પરિવાર સારી રીતે શિક્ષિત છે અને સશસ્ત્ર જૂથો સાથે કોઈ સંબંધ નથી. તે દર્શાવે છે કે બલૂચ યુવાનો બલૂચિસ્તાનની પરિસ્થિતિને કેવી રીતે જુએ છે.”પાકિસ્તાની મીડિયાએ શારીનું કૃત્ય તેના શિક્ષણ અને તેના પારિવારિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા આશ્ચર્યજનક ગણાવ્યું છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, શરીએ ઓપરેશનના લગભગ 10 કલાક પહેલા તેના ટ્વિટર એકાઉન્ટ પર ગુડબાય મેસેજ પોસ્ટ કર્યો હતો.

આ પણ વાંચોઃ

દલાઈ લામાએ ‘પંચેન લામા’ તરીકે પસંદ કરેલ છોકરો 1995થી ગાયબ, હવે વર્ષો બાદ ડ્રેગને કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચોઃ

Russia Ukraine War : યુક્રેનને નવા શસ્ત્રો આપવા માટે અમેરિકાએ ‘આકાશ- પાતાળ એક કરવાનું’ વચન આપ્યું, બીજી તરફ પુતિનને શાંતિની આશા

g clip-path="url(#clip0_868_265)">