ભારતીયો માટે ખુશખબર, H1B- Visaનાં રજીસ્ટ્રેશનને લઇને આવ્યા મહત્વના સમાચાર
ભારતથી અમેરિકા જવા ઇચ્છતા વ્યવસાયિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી નાણાકીય વર્ષ માટે H1B વિઝા અરજી નોંધણીની પ્રક્રિયા 9 માર્ચથી શરૂ થશે અને કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરી ડ્રોમાં સફળ લોકોને 31 માર્ચ સુધીમાં જાણ કરવામાં આવશે.

ભારતથી અમેરિકા જવા ઇચ્છતા વ્યવસાયિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી નાણાકીય વર્ષ માટે H1B વિઝા અરજી નોંધણીની પ્રક્રિયા 9 માર્ચથી શરૂ થશે અને કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરી ડ્રોમાં સફળ લોકોને 31 માર્ચ સુધીમાં જાણ કરવામાં આવશે. એક ફેડરલ એજન્સીએ આની જાહેરાત કરી છે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) નોટિફિકેશન બીડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા વિદેશી વ્યાવસાયિકોને વર્ક વિઝા આપવાની પરંપરાગત લોટરી પ્રણાલીને સમર્થન આપવાની જાહેરાતના એક દિવસ પછી બહાર આવ્યું છે. યુ.એસ.સી.આઇ.એસ.એ જાહેરાત કરી કે નાણાકીય વર્ષ 2022 માટે H1B વિઝા માટેની પ્રારંભિક નોંધણી 9 માર્ચે બપોરે શરૂ થશે અને 25 માર્ચની બપોર સુધી ચાલશે.
એજન્સીએ જણાવ્યું હતું કે, જો તેને 25 માર્ચ સુધીમાં પૂરતી નોંધણી મળશે તો તે 31 માર્ચ સુધીમાં નોંધણી પસંદ કરીને, પસંદ કરેલા લોકોની સૂચના મોકલશે. H1B એ ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને નિષ્ણાત વ્યાવસાયિકોની ભરતી કરવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ આના પર ખૂબ આધારીત છે અને દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને રોજગારી આપે છે.
યુએસસીઆઈએસ દર વર્ષે 65 હજાર એચ -1 બી વિઝા ઇશ્યૂ કરે છે.
યુએસસીઆઈએસ દર વર્ષે 65 હજાર એચ -1 બી વિઝા ઇશ્યૂ કરે છે. આ ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓને 20,000 એચ -1 બી વિઝા આપવામાં આવે છે. આ વિઝા એવા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવે છે જે ઉચ્ચ શિક્ષિત છે અને અમેરિકન યુનિવર્સિટીઓમાં સાયન્સ, ટેકનોલોજી, ગણિત અને એન્જિનિયરિંગ અભ્યાસ અથવા સંશોધન કાર્યનો અભ્યાસ કરવા માંગે છે.