સુડોકુના ગોડફાધર માકી કાજીનું અવસાન, એક એવી રમત બનાવી જે દરરોજ 10 કરોડ લોકો રમે છે

TV9 GUJARATI

|

Updated on: Aug 17, 2021 | 6:14 PM

સુડોકુના ગોડફાધર તરીકે જાણીતા માકી કાજીને વિશ્વભરના પઝલ પ્રેમીઓ દ્વારા પ્રેમ આપવામાં આવ્યો. માકી કાઝીના મૃત્યુનું કારણ પિત્ત નળીનું કેન્સર હતું. સુડોકુ લગભગ બે દાયકા પહેલા જાપાનની બહાર લોકપ્રિય થયું ખરેખર, તેની લોકપ્રિયતાનું કારણ વિદેશી અખબારો દ્વારા તેનું પ્રકાશન હતું.

સુડોકુના ગોડફાધર માકી કાજીનું અવસાન, એક એવી રમત બનાવી જે દરરોજ 10 કરોડ લોકો રમે છે
Maki kaji (File Photo)

સુડોકુના ગોડફાધર (Godfather of Sudoku) માકી કાજીનું (Maki Kaji) 69 વર્ષની વયે અવસાન થયું છે. તેમને પઝલ ઉત્સાહી અને પ્રકાશક તરીકે ઓળખવામાં આવતા હતા. માકી જાકીની કંપનીએ તેમના મૃત્યુની માહિતી આપી હતી. માકી ઝાકી એક યુનિવર્સિટી ડ્રોપઆઉટ હતા. તેમણે પહેલા મેગેઝિનની સ્થાપના પહેલા તેમણે એક પ્રિન્ટિંગ કંપનીમાં કામ કર્યું હતું. તેમણે સુડોકુનો પરિચય દુનિયાને કરાવ્યો.

તેમની કંપની નિકોલીએ તેમની વેબસાઈટ પર જણાવ્યું હતું કે સુડોકુના ગોડફાધર તરીકે જાણીતા માકી કાજીને વિશ્વભરના પઝલ પ્રેમીઓ દ્વારા પ્રેમ આપવામાં આવ્યો. માકી કાઝીના મૃત્યુનું કારણ પિત્ત નળીનું કેન્સર હતું. સુડોકુ લગભગ બે દાયકા પહેલા જાપાનની બહાર લોકપ્રિય થયું ખરેખર, તેની લોકપ્રિયતાનું કારણ વિદેશી અખબારો દ્વારા તેનું પ્રકાશન હતું. માનસિક ક્ષમતાઓને તેજ રાખવાની રીત તરીકે સુડોકુની પ્રશંસા કરવામાં આવે છે.

સુડોકુને લઈને 2006થી દરેક વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન પણ કરવામાં આવે છે. કાઝીએ તેમના ક્વાર્ટરલી પઝલ મેગેઝિનના વાચકોની મદદથી કોયડાઓ બનાવવાનું અને તેને વધારે સારુ કરવાનું ચાલુ રાખ્યુ. ખરાબ સ્વાસ્થ્યના કારણે કાઝીએ  જુલાઈમાં કંપનીના પ્રમુખનું પદ છોડ્યું.

સુડોકુને લઈ કાઝીએ કહી હતી આ વાત 

2007માં એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા માકી જાકીએ કહ્યું કે જ્યારે હું એક પઝલ માટે નવો વિચાર જોઉં છું, જેમાં બહુ વધારે સંભાવનાઓ હોય છે તો હું હકીકતમાં ઉત્સાહિત થઈ જાઉ છું  તેમણે કહ્યું કે વધુ સારા કોયડાઓ બનાવવા માટે નિયમોને સરળ બનાવવા જરૂરી છે.

કાઝીએ કહ્યું હતું કે તે ખજાનો શોધવા જેવું છે. તે એ વિશે નથી કે પૈસા કમાશે કે નહીં તે વિશે નથી, તે બધું તેને સોલ્વ કરવાની કોશિશ કરવાનો ઉત્સાહ છે. તેમણે જણાવ્યું કે દુનિયાભરમાં 10 કરોડ લોકો આ પઝલને સોલ્વ કરે છે. આ જ કારણ છે કે આ લોકો વચ્ચે ઘણું લોકપ્રિય છે.

શું હોય છે સુડોકુ? 

સુડોકુના નિયમો ખૂબ સરળ છે. પરંતુ જ્યારે આ રમત રમાય છે ત્યારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે એકવાર શીખ્યા પછી તેને રમવું ખૂબ જ સરળ છે. તમે ન્યૂઝપેપરમાં પણ આ રમત છપાયેલી જોઈ શકો છો. આ સિવાય સુડોકુ ઓનલાઈન પણ રમી શકાય છે.

આ પણ વાંચોઆખરે ફેસબુકે તાલિબાનીઓને માન્યા આતંકી, કહ્યું હવે નહીં વાપરવા દઈએ અમારુ પ્લેટફોર્મ

આ પણ વાંચોAfghanistan War Latest Update: અફઘાનિસ્તાનથી પરત ફરેલા ભારતીય રાજદૂતે ત્યાંની પરિસ્થિતિ જણાવી, કહ્યું કે ફસાયેલા ભારતીયોને ભુલ્યા નથી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati