AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan War Latest Update: અફઘાનિસ્તાનથી પરત ફરેલા ભારતીય રાજદૂતે ત્યાંની પરિસ્થિતિ જણાવી, કહ્યું કે ફસાયેલા ભારતીયોને ભુલ્યા નથી

તેમણે કહ્યું કે તેઓ ખાતરી આપવા માગે છે કે કોઈને પણ પાછળ છોડી દેવામાં આવશે નહીં. વિદેશ મંત્રાલયનું હેલ્પ ડેસ્ક કાર્યરત થઈ ચૂક્યું છે.

Afghanistan War Latest Update: અફઘાનિસ્તાનથી પરત ફરેલા ભારતીય રાજદૂતે ત્યાંની પરિસ્થિતિ જણાવી, કહ્યું કે ફસાયેલા ભારતીયોને ભુલ્યા નથી
Returning Indian Ambassador from Afghanistan describes the situation
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 4:57 PM
Share

Afghanistan War Latest Update: એરફોર્સનું એક વિશેષ વિમાન અફઘાનિસ્તાનથી ભારતીય રાજદૂત અને સ્ટાફ કર્મચારીઓ સહિત 120 લોકોને સુરક્ષિત રીતે ભારત લાવ્યું છે. ગુજરાતના જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ, અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુરેન્દ્ર ટંડને સૌ પ્રથમ એરફોર્સના સાહસ માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય ન હોવા છતાં તે અમારા માટે આવ્યા છે. 

ભારતીય રાજદૂતે કહ્યું કે કાબુલ શહેરમાં હજુ પણ ઘણા લોકો છે, જે ઝડપથી બદલાતા સંજોગો વચ્ચે પણ ત્યાં કામ કરી રહ્યા છે. જલદી જ કોમર્શિયલ ફ્લાઇટ સર્વિસ શરૂ થશે, તેમને પણ તાત્કાલિક પરત લાવવામાં આવશે. અત્યારે એર ઇન્ડિયાએ તેની તમામ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવી પડી છે કારણ કે એરપોર્ટ આ સ્થિતિમાં નથી. જો કે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જલદી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે, દરેકને પરત લાવવામાં આવશે.

 તેમણે કહ્યું કે તેઓ ખાતરી આપવા માગે છે કે કોઈને પણ પાછળ છોડી દેવામાં આવશે નહીં. વિદેશ મંત્રાલયનું હેલ્પ ડેસ્ક કાર્યરત થઈ ચૂક્યું છે. રાજદૂતે કહ્યું કે એવું નથી કે અમે લોકોને અફઘાનિસ્તાનમાં પાછળ છોડી દીધા છે. અમે તેમની સંપૂર્ણ કાળજી લઈએ છીએ. અમે તેમની સાથે સતત સંપર્કમાં રહીશું. અત્યારે માત્ર એમ કહી શકતા નથી કે તેમની સાથે કેવી રીતે સંપર્ક રાખવો કારણ કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">