આખરે ફેસબુકે તાલિબાનીઓને માન્યા આતંકી, કહ્યું હવે નહીં વાપરવા દઈએ અમારુ પ્લેટફોર્મ

TV9 GUJARATI

|

Updated on: Aug 17, 2021 | 5:03 PM

વિશ્વના મોટાભાગના દેશો તાલિબાનને આતંકી સંગઠન માને છે તો પછી હમણાં સુધી સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના પર પ્રતિબંધ કેમ મુક્યો ન હતો?

આખરે ફેસબુકે તાલિબાનીઓને માન્યા આતંકી, કહ્યું હવે નહીં વાપરવા દઈએ અમારુ પ્લેટફોર્મ
Facebook bans Taliban from their platforms

Follow us on

ફેસબુક (Facebook)ના પ્રવક્તાએ એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યુ કે અમેરિકી કાયદાઓ હેઠળ તાલિબાનને એક આતંકવાદી સંગઠનના રૂપમાં સ્વીકારવામાં આવ્યું છે. એટલે જ ફેસબુક પોતાના નીતિ-નિયમો હેઠળ તાલિબાનીઓને પોતાની સેવામાંથી પ્રતિબંધિત કરી દીધુ છે. એનો મતલબ છે કે ફેસબુક સક્રિય રૂપથી તાલિબાનને પ્રમોટ કરતા કન્ટેન્ટને અને તાલિબાનીઓ દ્વારા બનાવવામાં આવેલા એકાઉન્ટ્સને હટાવી રહી છે.

ફેસબુકે વધુમાં જણાવ્યું કે અમારી પાસે અફઘાનિસ્તાનના વિશેષજ્ઞોની ટીમ પણ છે. આ ટીમ સ્થાનીય ભાષા અને પશ્તો બોલવા વાળી છે, તેઓ તાલિબાનના સ્થાનિય સંદર્ભોનું પણ જ્ઞાન ધરાવે છે. આ ટીમ અમારા પ્લેટફોર્મ પર આવતા મુદ્દાઓ વિશે અમને સતર્ક કરવા અને તેને હટાવવામાં મદદ કરી રહી છે.

ફેસબુકની ફોટો શેયરિંગ એપ ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ સોમવારે એક ઈન્ટવ્યુ દરમિયાન જણાવ્યુ કે તાલિબાન કંપનીની ખતરનાક સંગઠનોના લિસ્ટમાં છે અને સમૂહને પ્રોત્સાહન આપવા અથવા તેનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ પણ સામગ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મોસેરીએ જણાવ્યુ કે અમે એ પોલિસી પર કામ કરી રહ્યા છીએ જેમાં કોઈ પણ ખતરનાક હોય અથવા તો તાલિબાની સંબંધિત હોય તો તેને સક્રિય રૂપથી હટાવી શકે. તેમણે કહ્યું કે હવે આ સ્થિતી ઝડપથી આગળ વધી રહી છે અને સાથે મુશ્કેલીઓ પણ વધશે. અમે જે પણ કરીએ છીએ તેને મોડીફાઈડ કરવુ પડશે અને એ પણ જોવુ પડશે કે આ વધતી મુશ્કેલીઓનો જવાબ કેવી રીતે આપીએ છીએ.

અત્યાર સુધી આતંકીઓ વાપરી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

વિશ્વના મોટાભાગના દેશો તાલિબાનને આતંકી સંગઠન માને છે તો પછી હમણાં સુધી સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના પર પ્રતિબંધ કેમ મુક્યો ન હતો. વર્ષો સુધી તાલિબાન સામે લડત ચલાવતા અમેરિકાએ કેમ હવે જ તેને આતંકી સંગઠન તરીકે ગણાવ્યુ. તમને જણાવી દઈએ કે આ આતંકીઓ પોતાનો પ્રચાર પ્રસાર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ કરે છે.

તમને જણાવી દઈએ કે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદથી હજારો લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમેરિકાએ સોમવારે જણાવ્યુ તે એરપોર્ટને સુરક્ષિત કરવા અને અમેરિકી નાગરીકો અને સ્થાનિય રૂપથી કાર્યરત કર્મચારીઓ અને તેમના પરિવારને સુરક્ષિત કાઢવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તાલિબાનીઓએ હવે કહ્યું છે કે તે જલ્દી જ રાષ્ટ્રપતિ મહેલને કબજામાં લઈ લેશે અને નવા ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનની ઘોષણા કરશે.

આ પણ વાંચો – Mumbai Local Train: મુંબઈગરાઓ માટે સારા સમાચાર, વેક્સિનનો એક ડોઝ લેનારા માટે પણ લોકલ ટ્રેન સેવા શરૂ? જાણો કેવી છે તૈયારીઓ

આ પણ વાંચો – SBI SO Recruitment 2021: સ્ટેટ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર સહિતાના પદ પર જાહેર થઈ ભરતી, સ્નાતક ઉમેદવાર કરી શકે છે અરજી

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati