કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયું ફ્રાંસ, પેરિસમાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન અને રસ્તો બ્લોક કરવા પર થશે જેલ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ ટ્રક અને કાર સાથે કોવિડ પ્રતિબંધો સામે દેખાવો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં પેરિસ પોલીસે રાજધાનીમાં પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયું ફ્રાંસ, પેરિસમાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન અને રસ્તો બ્લોક કરવા પર થશે જેલ
France on alert after protests in Canada
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 3:53 PM

ફ્રાન્સમાં (France) પણ કેનેડાની જેમ ટ્રકોના પ્રદર્શનનો ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિમાં પેરિસ પોલીસે (Paris Police) ગુરુવારે કહ્યું કે તેઓ કોરોના વાઈરસ પ્રતિબંધો સામે કેનેડાની રાજધાની ઓટાવામાં ‘સ્વતંત્રતા કાફલા’ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. ટ્રક ડ્રાઈવરોના આ પ્રદર્શનને કારણે ઓટાવા સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયું છે. શહેર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મુખ્ય રસ્તાઓ પર જામ અટકાવવા, ટિકિટ આપવા અને આ વિરોધ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડ કરવા માટે વિશેષ તૈનાતી કરવામાં આવશે.”

પોલીસે જણાવ્યું હતું કે જે લોકો રસ્તા રોકે છે તેમને બે વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સિવાય તેને 4,500 યુરો (લગભગ 3,85,609 રૂપિયા)નો દંડ અને ત્રણ વર્ષનો ડ્રાઈવિંગ પ્રતિબંધ પણ લાગશે. બુધવારે ફ્રાન્સની આસપાસથી કાર, વાન અને મોટરસાઈકલના અનેક કાફલા જોવા મળ્યા બાદ પેરિસ પોલીસે આ પગલું લીધુ છે. આ વાહનો સાથે લોકો ફ્રાન્સની રાજધાનીમાં એકઠા થવા માટે તૈયાર છે.

આ લોકો કેનેડામાં થયેલા પ્રદર્શનોથી પ્રેરિત છે. હકીકતમાં કેનેડામાં ટ્રક ડ્રાઈવરો માટે યુએસ સાથેની સરહદ પાર કરવા માટે કોવિડ પરીક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ અંગે તેમણે ઓટાવામાં પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ આવા જ પ્રદર્શન જોવા મળ્યા છે. બીજી તરફ ફ્રાન્સના અન્ય શહેરોમાંથી લોકો રાજધાની તરફ આવવાની ધારણા છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

પેરિસ પ્રાંતે જણાવ્યું હતું કે જાહેર અવ્યવસ્થાના જોખમને ટાંકીને પ્રદર્શનકારીઓને 11 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાજધાનીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. દક્ષિણ ફ્રેન્ચ શહેર બેયોનેમાં આવા પ્રદર્શનમાં ભાગ લેનાર 52 વર્ષીય એહાન્ડે એબેરીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સામાન્ય જીવન પ્રવૃત્તિઓ માટે રસી પાસની જરૂરિયાત ફરજિયાત કરવી એ સરકારનું યોગ્ય પગલું નથી.

ફ્રાન્સની સરકારના પ્રવક્તા ગેબ્રિયલે કહ્યું કે તેઓ વાયરસને લઈને લેવામાં આવેલા પગલાઓને કારણે લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનાથી તેઓ વાકેફ છે. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુરોપના અન્ય દેશોની તુલનામાં ફ્રાન્સમાં સૌથી ઓછા પ્રતિબંધો છે જે લોકોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. જમણેરી પ્રમુખપદના ઉમેદવાર મરીન લે પેને કહ્યું કે તે વિરોધીઓના લક્ષ્યોને સમજે છે. તેમણે કહ્યું કે આ 2018માં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શન જેવું છે.

આ પણ વાંચો – Tejas Aircraft: ફિલિપાઈન્સ સાથે BrahMos કરાર બાદ, ભારત Malaysiaને વેચી શકે છે સ્વદેશી તેજસ

આ પણ વાંચો – અફઘાનિસ્તાનની હેલ્થ કેર સિસ્ટમની ખરાબ સ્થિતિ, કોવિડના વધતા કેસ વચ્ચે માત્ર પાંચ હોસ્પિટલો જ સારવાર માટે ઉપ્લબ્ધ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">