Gujarati NewsNationalAfter Brahmos deal with philippines, India in race to sell LCA Tejas to Malaysia during Singapore Airshow 2022
Tejas Aircraft: ફિલિપાઈન્સ સાથે BrahMos કરાર બાદ, ભારત Malaysiaને વેચી શકે છે સ્વદેશી તેજસ
ભારતના સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસે (Tejas) દુબઈ એર શો 2021ના ત્રણ મહિના પછી, તે બીજી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે આકાશમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસને રોયલ મલેશિયન એરફોર્સ (RMAF) ને વેચવા માટે સ્પર્ધામાં છે.
થોડા સમય પહેલા જ ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ (BrahMos Missile) નિકાસ કરવાનો કરાર કર્યો હતો અને તે બાદ ભારતીય શસ્ત્રોની વિશ્વભરમાં ડિમાન્ડ વર્તાય રહી છે. ભારતના સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (Light Combat Aircraft- LCA) તેજસે (Tejas) ગયા વર્ષે નવેમ્બરમાં દુબઈ એર શો 2021માં તેની “ઉત્તમ ઉડ્ડયન કૌશલ્ય”નું પ્રદર્શન કર્યું હતું અને ત્યારથી બરાબર ત્રણ મહિના પછી તે બીજી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટે આકાશમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસને રોયલ મલેશિયન એરફોર્સ (RMAF)ને વેચવા માટે સ્પર્ધામાં છે.
India’s @IAF_MCC Tejas Light Combat Aircraft (LCA) to display at the Singapore Air Show 2022 #SingaporeAirshow next week for the first time.
ભારતીય વાયુસેનાનું લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ચાંગી એક્ઝિબિશન સેન્ટર ખાતે 15થી 18 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત સિંગાપોર એરશો 2022માં(Singapore Airshow 2022) તેની ઉડ્ડયન કૌશલ્યનું પ્રદર્શન કરશે. આ વર્ષના સિંગાપોર એરશોમાં ચાર એર ફોર્સ અને બે કોમર્શિયલ કંપનીઓના આઠ ફ્લાઈંગ ડિસ્પ્લે અને ફ્લાયપાસ્ટ થશે. આમાં ભારતીય વાયુસેનાના તેજસનો પણ સમાવેશ થશે, આયોજક એક્સપેરિયાએ જણાવ્યું હતું કે સિંગલ જેટ પરફોર્મન્સમાં “પ્રભાવશાળી સ્ટંટ અને દાવપેચ” દર્શાવવામાં આવશે. લગભગ 600 કંપનીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે.
તેજસ એરક્રાફ્ટની વિશેષતાઓ
તેજસનું ઉત્પાદન એરોસ્પેસ જાયન્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. તે સિંગલ એન્જિન અને અત્યંત ચપળ મલ્ટી-રોલ સુપરસોનિક ફાઈટર એરક્રાફ્ટ છે જે હાઈ રિસ્ક વાતાવરણમાં કામ કરવા સક્ષમ છે. LCA તેજસ એ ફ્લાય-બાય-વાયર (FBW) ફાઈટર છે જે હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે. લગભગ સ્ટીલ્થ ફાઈટરની જેમ જ, તેમાં અદ્યતન ડિજિટલ કોકપિટ, મલ્ટી-મોડ રડાર, ઈન્ટિગ્રેટેડ ડિજિટલ એવિઓનિક્સ સિસ્ટમ અને એડવાન્સ્ડ કમ્પોઝિટ મટિરિયલ સ્ટ્રક્ચર્સ સાથે ગ્લાસ કોકપિટ પણ છે અને સેટેલાઈટ-આસિસ્ટેડ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ છે, જે તેને ફોર્થ જનરેશન ફાઈટર બનાવે છે.
Tejas Aircraft specialities (Courtesy- Newsonair)
તે હવાથી જમીન પર હુમલો કરી શકાય તેવા બોમ્બ અને એટેક સિસ્ટમ્સને લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જેનો ઉપયોગ જમીન અથવા સમુદ્ર પરના લક્ષ્યોને પ્રહાર કરવા માટે થઈ શકે છે. તે 50,000 ફૂટની સર્વિસ સીલિંગ સાથે સુપરસોનિક કોમ્બેટ જેટ છે. તેની પાંખો 8.20 મીટર છે, તેની લંબાઈ 13.20 મીટર છે અને તેની ઊંચાઈ 4.40 મીટર છે.
રોયલ મલેશિયન એર ફોર્સ (RMAF), તેના જૂના વિમાન BAE સિસ્ટમ્સ હોક 108 અને હોક 208 માટે યોગ્ય રિપ્લેસમેન્ટ શોધી રહી છે ત્યારે તેજસ મલેશિયાની જરૂરિયાતને પૂરી કરવા સક્ષમ છે. તેજસનો ફ્લાય-પાસ્ટ દક્ષિણપૂર્વ એશિયામાં એરક્રાફ્ટની નિકાસ ક્ષમતાને મજબૂત બનાવી શકે છે. જેથી આ HAL માટે એક યોગ્ય તક છે. તેજસની કિંમત પણ RMAFની અપેક્ષાઓ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે જે સોદાને વધુ વાસ્તવિક બનાવે છે.