AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan: ઈમરાન ખાનના ભત્રીજાની ધરપકડ, પોલીસ પર હુમલાનો આરોપ, તોશાખાના કેસમાં બુશરા બીબીને પણ સમન્સ

તોશાખાના કેસમાં પાકિસ્તાનની તપાસ એજન્સીએ ઈમરાન ખાનના ભત્રીજાની ધરપકડ કરી છે. આ કેસમાં ઈમરાનની પત્નીને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.

Imran Khan: ઈમરાન ખાનના ભત્રીજાની ધરપકડ, પોલીસ પર હુમલાનો આરોપ, તોશાખાના કેસમાં બુશરા બીબીને પણ સમન્સ
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 3:19 PM
Share

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ભત્રીજાની ઈસ્લામાબાદ પોલીસે બળજબરીથી ધરપકડ કરી છે. જામીન મળતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પીટીઆઈ નેતાએ પોલીસ પર તેમનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાચો: Pakistan: ઇમરાન ખાનના સમર્થકોનો વિરોધ, લાહોર શહેરમાં હિંસાના ભયાવહ દ્રશ્યો, જુઓ ફોટો

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના ભત્રીજા હસન નિયાઝીની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પોલીસે તેને ઝડપી લીધો ત્યારે તે ઈસ્લામાબાદના હાઈકોર્ટ સંકુલમાં હતો. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. હસન નિયાઝી ઈમરાન ખાનના કાયદાકીય સલાહકાર પણ છે. આ સિવાય પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ તોશાખાના કેસમાં ઈમરાન ખાનની પત્ની બુશરામ બીબીને પણ સમન્સ મોકલ્યુ છે. તેને 21 માર્ચે એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાનના ભત્રીજા હસનની G11 જ્યુડિશિયલ કોમ્પ્લેક્સમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર શનિવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ સંકુલમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે. પોલીસનો દાવો છે કે કોર્ટની બહાર હિંસા દરમિયાન હસને પોલીસના વાહનો પર હુમલો કર્યો હતો.

હાઈકોર્ટ સંકુલમાં પોલીસ પર હુમલાનો આક્ષેપ

સ્થાનિક મીડિયા આઉટલેટ ડાઉને અહેવાલ આપ્યો કે, પોલીસે રવિવારે ઈસ્લામાબાદ ન્યાયિક સંકુલમાં હિંસા માટે હસન નિયાઝી અને પીટીઆઈના કેટલાક કાર્યકરો સામે કેસ નોંધ્યો હતો. પીટીઆઈના વકીલ નઈમ હૈદર પંઝોટાએ કહ્યું કે, હસન નિયાઝીને જામીન મળી ગયા હતા, પરંતુ પોલીસે તેને બળજબરીથી ઉપાડ્યો અને રમના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

સમર્થનમાં આવ્યા વકીલો, રસ્તા બંધ

પીટીઆઈ નેતા ફારુખ હબીબે એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, જામીન મળવા છતાં પોલીસ હસન નિયાઝીને લઈ ગઈ. તેમણે કહ્યું કે આ પોલીસનું નીચું સ્તર છે. જામીન મળ્યા બાદ પણ હસન નિયાઝીનું પોલીસે અપહરણ કર્યું હતું. તેમણે દેશભરના વકીલોને નિયાઝીના સમર્થનમાં આવવા અને રસ્તાઓ બ્લોક કરવાની અપીલ કરી હતી.

અત્યાર સુધીમાં પીટીઆઈના 200 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી

ઈસ્લામાબાદ પોલીસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, 18 માર્ચની હિંસા સંદર્ભે પીટીઆઈના 198 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો અને તોડફોડ અને હિંસા કરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે, શનિવારની હિંસામાં 58 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, પોલીસના ચાર વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા, 9 વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને 25 મોટરસાયકલોને સળગાવી દેવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર સરકારી ખજાનાની ભેંટમાં હેરાફેરીનો આરોપ છે. વર્ષ 2018 માં, દેશના પીએમ તરીકે, તેમને યુરોપ અને ખાસ કરીને અરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટો મળી હતી. ઇમરાન ખાને ઘણી ભેટ જાહેર કરી ન હતી, જ્યારે ઘણી ભેટો ખૂબ ઓછી કિંમતે ખરીદી હતી અને ઉંચી કિંમતે બહાર વેચવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">