ઈઝરાયેલમાં અદાણીની પોર્ટ કંપનીના ચેરમેન બન્યા પૂર્વ રાજદૂત, જાણો કોણ છે રોન મલ્કા

રોન મલ્કા વર્ષ 2018માં ભારતમાં ઈઝરાયેલના રાજદૂત બન્યા. હવે તેમને અદાણી ગ્રુપની માલિકીની હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જાણો તેમના વિશે..

ઈઝરાયેલમાં અદાણીની પોર્ટ કંપનીના ચેરમેન બન્યા પૂર્વ રાજદૂત, જાણો કોણ છે રોન મલ્કા
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 1:39 PM

ભારતમાં ઇઝરાયેલના પૂર્વ રાજદૂત રોન મલ્કાની, હાઇફા પોર્ટ કંપની (HPC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કંપની ઇઝરાયેલના ગેડોટ ગ્રુપ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની માલિકીની છે. ભૂતપૂર્વ રાજદૂત રોન મલ્કાએ ટ્વીટ કર્યું છે કે આ પદ સંભાળ્યા બાદ હું સન્માનિત અનુભવું છું. મલકાને વેપાર અને નાણાંકીય બાબતોમાં જાણકાર માનવામાં આવે છે.

આ પણ વાચો: G20 Sherpa Meeting : 75 દેશ દેવાના ખપ્પરમાં હોમાઈ જવાનો ભય, US-UK ને પાછળ ધકેલી ભારત બમણી ગતિએ વિકાસ કરશે, જાણો અમિતાભ કાંતના અભિપ્રાય

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

રોન મલ્કાએ ટ્વીટ કર્યું કે, અદાણી વતી હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને આજે પદ સંભાળ્યું. ગેડોટ અને અદાણી ગ્રુપનો અનુભવ અને પોર્ટ કર્મચારીઓનું સમર્પણ હાઈફા પોર્ટને નવી ઊંચાઈએ લઈ જશે.

2018 માં ભારતમાં ઇઝરાયેલના રાજદૂત

રોન મલ્કાને વર્ષ 2018માં ભારતમાં ઈઝરાયેલના રાજદૂત બનાવવામાં આવ્યા હતા. તેમને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર ધ્યાન અને દિશા પ્રદાન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારત-ઈઝરાયેલ મુક્ત વેપાર કરાર અને હાઈફા પોર્ટ પ્રોજેક્ટ પર ચર્ચાએ ઝડપ પકડી હતી, પરંતુ કોરોના વાયરસના પ્રકોપ બાદ આ ગતિ ધીમી પડી ગઈ હતી.

નાણાકીય સલાહકારની ભૂમિકા પણ ભજવી

મલ્કાએ અર્થશાસ્ત્રમાં પીએચડી સાથે MBA પણ કર્યું છે. વડા પ્રધાનના કમિશનમાં આર્થિક સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા મલ્કાએ ઇઝરાયેલની કંપનીઓ અને ખાનગી પ્રોજેક્ટ્સ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓના નાણાકીય સલાહકારની ભૂમિકા પણ ભજવી છે. આટલું જ નહીં, વર્ષ 2021 માં, મલ્કાને ઇઝરાયેલ સરકારે તેના અર્થતંત્ર મંત્રાલયના મહાનિદેશક તરીકે પણ નામાંકિત કર્યા હતા. અર્થતંત્ર મંત્રાલય વાણિજ્ય, ઉદ્યોગ અને શ્રમની બાબતોનું સંચાલન કરે છે.

બે સૌથી મોટા વેપારી બંદરોમાંનું એક અદાણીનું બંદર

જણાવી દઈએ કે હાઈફા પોર્ટ કંપની ઈઝરાયેલના ઉત્તરમાં છે. તે ઇઝરાયેલના બે સૌથી મોટા વ્યાપારી બંદરોમાંનું એક છે. આ બંદર ઇઝરાયેલના લગભગ અડધા કન્ટેનર કાર્ગોનું સંચાલન કરે છે. આ બંદર ક્રુઝ જહાજોના ટ્રાફિકને પણ સરળ બનાવે છે. બંદરમાં બે કન્ટેનર ટર્મિનલ અને બે મલ્ટી-કાર્ગો ટર્મિનલ છે.

g clip-path="url(#clip0_868_265)">