US Firing: અમેરિકાના કેલિફોર્નિયાના ગુરુદ્વારામાં થયું ફાયરિંગ, 2 લોકોની હાલત ગંભીર

અમેરિકાના કેલિફોર્નિયાના ગુરુદ્વારામાં બે લોકો વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી, હાલ બંનેની હાલત ગંભીર છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મળી છે કે બન્ને એક બીજાને જાણતા હતા અને કોઈ વાતને લઈ બોલાચાલી થયા બાદ ફાયરિંગની ઘટના બની હતી.

US Firing: અમેરિકાના કેલિફોર્નિયાના ગુરુદ્વારામાં થયું ફાયરિંગ, 2 લોકોની હાલત ગંભીર
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 1:42 PM

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીમાં ગુરુદ્વારામાં બે લોકોને ગોળી વાગી છે. પોલીસ ઘટનાસ્થળે પહોચી છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જો કે જે અપડેટ્સ સામે આવી રહ્યા છે તેમાં ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેનો કોઈ ખુલ્લેઆમ ફાયરિંગ અથવા આતંકવાદી ઘટના સાથે સંબંધ નથી. બંને એકબીજાને ઓળખે છે અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને એકબીજાને ગોળી મારી દીધી હતી. હાલ ઘાયલની સારવાર ચાલી રહી છે.

આ પણ વાચો: અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં થયો ગોળીબાર, ત્રણ લોકોના મોત 5 ઘાયલ

અમેરિકામાં ખુલ્લેઆમ ફાયરિંગના ઘણા કિસ્સાઓ છે. દરમિયાન કેલિફોર્નિયામાં એક ગુરુદ્વારામાં ગોળીઓથી હચમચી ઉઠ્યું હતું. લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એવું લાગી રહ્યું હતું કે ધાર્મિક સ્થળ પર કોઈ આતંકવાદી હુમલો થયો તો નથી ને, અંદર પણ ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પોલીસ તરત જ આવી પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો કારણ કે પહેલા તે જાણી શકાયું ન હતું કે અંદર કેટલા લોકો હતા અથવા કોણ હતા. બાદમાં ખબર પડી કે બે લોકોએ એકબીજાને ગોળી મારી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એકબીજાને ગોળી મારી દીધી

અમેરિકન પોલીસ અધિકારીઓએ કહ્યું કે, આ હેટ ક્રાઈમનો મામલો નથી. તે બે લોકો વચ્ચેના પરસ્પર ઝઘડાથી આ ઘટના બની છે. વિવાદ બાદ તેઓએ એકબીજાને ગોળી મારી દીધી હતી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર છે. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. એક અઠવાડિયા પહેલા વોશિંગ્ટનમાં ગોળીબાર થયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે હુમલાખોરોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો ત્યારે તેણે પોતાને ગોળી મારી દીધી હતી.

આ પહેલા મોલમાં પણ થઈ ચુક્યું છે ફાયરિંગ

અમેરિકામાં ‘ગન કંટ્રોલ લો’ લાગુ થવા છતાં બંદૂકની હિંસાની ઘટનાઓ ચાલુ છે. હવે નવી ઘટના મિનેસોટાના બ્લૂમિંગ્ટનથી સામે આવી છે. જ્યાં અમેરિકાના મોલમાં જબરદસ્ત ગોળીબાર થયો છે. બ્લૂમિંગ્ટન પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના બાદ શંકાસ્પદ હુમલાખોર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેથી કોઈ પકડાઈ શક્યું ન હતું. પોલીસ ઘટના સમયે આસપાસ હાજર લોકોની પૂછપરછ કરીને શંકાસ્પદ બંદૂકધારીને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">