Fire In Philippines: ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 16 લોકોના મોત

દુર્ઘટના વિશે માહિતી આપતા ફાયર બ્રિગેડના ચીફ માર્સેલો રગુન્ડિયાઝે કહ્યું કે આગ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ લોકો બચી ગયા છે. રિપોર્ટ અનુસાર, આ આગ બિલ્ડિંગની મધ્યમાં લાગી હતી. જેના કારણે મોટાભાગના લોકો તેમાંથી બહાર આવી શક્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલિપાઈન્સમાં આગ દરમિયાન પૂર, જામ અને ખોટા એડ્રેસના કારણે ફાયર બ્રિગેડને પહોંચવામાં મોડું થયું હતું.

Fire In Philippines: ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 16 લોકોના મોત
Follow Us:
| Updated on: Sep 01, 2023 | 8:59 AM

Fire In Philippines: ફિલિપાઈન્સમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં લગભગ 16 લોકોના મોત થયા છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગ બે માળની ઈમારતમાં લાગી હતી, જેનો ઉપયોગ ટી-શર્ટ પ્રિન્ટિંગ વ્યવસાયના ગોડાઉન અને મજૂરોને રહેવા માટે કરવામાં આવતો હતો.

(Credit- ANI)

વાસ્તવમાં રાજધાની મનીલામાં એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવારે લાગેલી આગમાં એક બે માળની ઈમારત સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટના સમયે કર્મચારીઓ સૂતા હતા

રિપોર્ટ અનુસાર, દુર્ઘટના વિશે માહિતી આપતા ફાયર બ્રિગેડના ચીફ માર્સેલો રગુન્ડિયાઝે કહ્યું કે આગ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ લોકો બચી ગયા છે. રિપોર્ટ અનુસાર, આ આગ બિલ્ડિંગની મધ્યમાં લાગી હતી. જેના કારણે મોટાભાગના લોકો તેમાંથી બહાર આવી શક્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલિપાઈન્સમાં આગ દરમિયાન પૂર, જામ અને ખોટા એડ્રેસના કારણે ફાયર બ્રિગેડને પહોંચવામાં મોડું થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગના ફેક્ટરી કામદારો હતા જેઓ ઘટના સમયે રૂમમાં સૂઈ ગયા હતા.

આ પણ વાંચો: હિમાચલ-ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ! IMDએ પર્વતીય રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું

મૃતકોમાં ફેક્ટરી માલિક અને તેનો બાળક પણ સામેલ

ફાયર બ્રિગેડના અધિકારી નહુમ તરોજાએ જણાવ્યું હતું કે રૂમની બહાર કોરિડોરમાં કેટલાક લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ મૃતકોમાં ફેક્ટરીના માલિક અને તેના બાળકનો પણ સમાવેશ થાય છે. તરોજાએ જણાવ્યું કે આગને કારણે ત્રણ લોકો બે માળની ફેક્ટરીના બીજા માળેથી કૂદી પડ્યા અને ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પૂર અને જામ તેમજ ફાયર બ્રિગેડના જવાનોને આપવામાં આવેલા ખોટા સરનામાના કારણે ટીમ થોડી મોડી પહોંચી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">