India China: ચીની સેનામાં ભારતીય સેનાનો ડર, હવે ખરીદવા જઈ રહ્યા છે આ નવા હથિયારો, ભારતીય સેના પણ તૈયાર

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘૂસણખોરીના પ્રયાસમાં ચીની સૈનિકોના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચેની આ અથડામણમાં ચીની સૈનિકોને ભારતીય સેનાએ ખૂબ જ માર માર્યો હતો, જેના પછી ચીની સૈનિકોમાં ભારતીય સેનાનો ભય ફેલાયો છે.

India China: ચીની સેનામાં ભારતીય સેનાનો ડર, હવે ખરીદવા જઈ રહ્યા છે આ નવા હથિયારો, ભારતીય સેના પણ તૈયાર
India China Clash in Tawang Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 8:01 PM

ભારતીય સરહદમાં દરરોજ ઘૂસણખોરીનો પ્રયાસ કરતી ચીની સેના ભારતીય સેનાથી ઘણી ડરી ગઈ છે. ડર પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ચીની સૈનિકો માટે હવે ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવી સરળ નથી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘૂસણખોરીના પ્રયાસમાં ચીની સૈનિકોના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચેની આ અથડામણમાં ચીની સૈનિકોને ભારતીય સેનાએ ખૂબ જ માર માર્યો હતો, જેના પછી ચીની સૈનિકોમાં ભારતીય સેનાનો ભય ફેલાયો છે.

આ પણ વાંચો: World Economy: ભારતને અમેરિકાની જેમ અમીર બનતા કેટલા વર્ષ લાગશે ? ભારત ક્ચારે બનશે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ?

ચીની સૈનિકો માટે ખરીદવામાં આવશે ધારદાર હથિયારો

ભારતીય ગુપ્તચર એજન્સીઓ તરફથી એક મીડિયાને મળેલી માહિતી અનુસાર, ચીન હવે ભારતીય સેના સાથેની આવી અથડામણોનો સામનો કરવા માટે તેના સૈનિકોને ખાસ પ્રકારના કાંટાવાળા અને તીક્ષ્ણ હથિયારો આપી રહ્યું છે. આ માટે, “Inquiry Announcement for Combined Mace” પ્રોજેક્ટ હેઠળ, ચીની સેનાએ ખાસ ધારવાળા શસ્ત્રોની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પ્રોજેક્ટ હેઠળ ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારોમાં તૈનાત ચીની સૈનિકોના દરેક યુનિટને આવા ધારદાર હથિયારો આપવામાં આવશે. ચીનની સરકારે તેના પ્રોજેક્ટમાં કહ્યું છે કે તેમને આવા ધારદાર હથિયારોની તાત્કાલિક જરૂર છે.

ચીનાઓનો દમ કાઢવા ભારત તૈયાર

જો જોવામાં આવે તો પહેલીવાર ગલવાનમાં ચીની સેના અને ભારતીય સેના સાથેની અથડામણ દરમિયાન પ્રથમ વખત ચીની સૈનિકો દ્વારા આવા ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સૈનિકોને ઘણી ઈજાઓ થઈ હતી. ત્યારપછી ભારતીય સેનાએ ચીની સૈનિકોના આવા ધારદાર હથિયારોનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ફોરવર્ડ વિસ્તારોમાં તૈનાત ભારતીય સેનાની તમામ બટાલિયનમાં આવા બિન-ઘાતક હથિયારો વહેંચવામાં આવ્યા છે, જે ચીની સૈનિકોનો દમ કાઢી શકે છે.

ચીની મીડિયામાં ભારતીય સેનાનો ડર જોવા મળી રહ્યો છે

તાજેતરમાં, જ્યારથી તવાંગમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોનો માર ખાધો છે, ત્યારથી ચીનના લોકોમાં ભારતીય સેનાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભારતીય સેનાના આ ડરને લઈને ચીનના સોશિયલ મીડિયા પર હજારો પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા વિશ્લેષણના અહેવાલમાં ચીનના આ ડર વિશે ઘણું બધું બહાર આવ્યું છે. જો જોવામાં આવે તો, 9 ડિસેમ્બર, 2022 ના રોજ, તવાંગના યાંગત્સેમાં ભારતીય સેનાની ચીની સેના સાથે અથડામણ થઈ હતી, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે હાથાપાઈ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 300 ચીની સૈનિકોએ ભારતીય સેનાની એક નાની ટુકડી પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી, તેઓ મારપીટ કરવા લાગ્યા હતા. ચીનની સેનાને એવી ગેરસમજ હતી કે તેઓ ભારતીય સેનાને તેના પોતાના ક્ષેત્રમાંથી દૂર કરી દેશે, પરંતુ ભારતીય સેનાને ચીનના આ ઈરાદાની પહેલાથી જ ખબર પડી ગઈ હતી. ભારતીય સેના સાથે ઘર્ષણ અને પથ્થરમારાની આ લડાઈમાં ચીની સૈનિકો ત્યાંથી ભાગી ગયા હતા.

Weibo પર ચાઈનીઝનો ગભરાટ જોઈ શકાય છે

આટલું જ નહીં, 9 ડિસેમ્બરની ઘટના બાદ ભારતીય સેના સાથેની અથડામણનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભારતીય વિસ્તારો પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરી રહેલા ચીની સૈનિકોને ભારતીય સેના ભગાડી રહી હતી. ચીની સૈનિકો પાછા જવા માટે તૈયાર ન હતા ત્યારે ભારતીય સૈનિકોએ લાઠીચાર્જ કરીને ચીની સૈનિકોનો તેમના વિસ્તારમાં પાછા ખદેડી મુક્યા હતા. તવાંગમાં ભારતીય સેના દ્વારા માર મારવામાં આવ્યા બાદ ચીની સૈનિકોની સાથે સાથે ત્યાંના સામાન્ય લોકોમાં પણ ભારતીય સેનાનો ડર જોવા મળી રહ્યો છે. તેની ઝલક ત્યાંના સોશિયલ મીડિયા Weibo પર જોઈ શકાય છે.

વિક્ટિમ અને બહાદુરી કાર્ડ એક સાથે રમી રહ્યું છે ચીન

ચીનના સોશિયલ મીડિયા Weibo પર ઘણા ચાઈનીઝ લોકો ભારતીય સેના તરફથી ટેન્ક અને બંદૂકો લઈ જવાની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં લખ્યું છે કે ભારતીય સેના ચીન પર હુમલો કરવા માંગે છે. Weibo પર એક યુઝરે K-9 વજ્રની તસવીર શેર કરી અને લખ્યું કે ભારતીય સેના તેને લદ્દાખમાં તૈનાત કરી રહી છે.

પોતાના લોકોમાં ભારતીય સેનાના વધી રહેલા ડરને જોઈને ચીની સેનાના એજન્ટ પણ Weibo પર સક્રિય થઈ ગયા છે અને તેઓ આ ઝઘડામાં ભારતીય સૈનિકોને વધુ નુકસાનનો દાવો કરી રહ્યા છે. તેઓ તેમના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં અતિક્રમણ ચીન દ્વારા નહીં પરંતુ ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું છે. આ રીતે, તે એક જ સમયે વિક્ટિમ અને બહાદુરી કાર્ડ બંને રમવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">