World Economy: ભારતને અમેરિકાની જેમ અમીર બનતા કેટલા વર્ષ લાગશે ? ભારત ક્ચારે બનશે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ?

TV9 GUJARATI

|

Updated on: Feb 05, 2023 | 2:50 PM

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટા અનુસાર, વર્ષ 2027 સુધીમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડીને અમેરિકા અને ચીન પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો અર્થતંત્ર દેશ બની શકે છે.

World Economy: ભારતને અમેરિકાની જેમ અમીર બનતા કેટલા વર્ષ લાગશે ? ભારત ક્ચારે બનશે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ?
ભારતને અમેરિકાની જેમ અમીર બનતા કેટલા વર્ષ લાગશે ? ભારત ક્ચારે બનશે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ?
Image Credit source: Google
Follow us

વર્ષ 2014માં મોદી સરકારના આગમનથી અત્યાર સુધી આવા ઘણા રસ્તાઓ અપનાવવામાં આવ્યા છે, જેણે દેશને આર્થિક મોરચે આગળ લઈ ગયો છે. વર્તમાન સરકારનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવાનું છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના અંદાજો જણાવે છે કે, 2027 સુધીમાં, ભારત જર્મની અને જાપાનને પાછળ છોડીને યુએસ અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભારત હાલ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. હવે બ્રિટન પણ ભારતથી પાછળ રહી ગયું છે. પરંતુ સવાલ એ છે કે ભારતને અમેરિકા જેવી આર્થિક મહાસત્તા બનતા કેટલા વર્ષ લાગશે.

આ પણ વાચો: ગ્લોબલ લીડર્સ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર 1, જાણો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કયા સ્થાને છે

IMFના અહેવાલમાં જાપાન અને જર્મનની અર્થવ્યવસ્થા 2027 સુધીમાં 5.2 ટ્રિલિયન ડોલર અને 4.9 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે, જ્યારે ભારત 2027 સુધીમાં 5.4 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બની જશે, જે PM મોદીના 5 ટ્રિલિયન ડોલર લક્ષ્યાંક કરતાં વધુ છે અને 2027 સુધીમાં ચીન અને યુએસની અર્થવ્યવસ્થા વધીને 26.44 ટ્રિલિયન ડોલર અને 30.28 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2027 સુધીમાં ભારત માટે જાપાન અને જર્મનીને પાછળ છોડવું એ કોઈ મોટો પડકાર નથી. ખરો પડકાર સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાનો છે.

ભારત ક્યારે અને કેવી રીતે સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

કોરોના રોગચાળા પહેલા 2014થી 2019 દરમિયાન ડોલરના સંદર્ભમાં ભારતનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર લગભગ 6.8% હતો. જ્યારે અમેરિકામાં 4 ટકા અને ચીનમાં 6.4 ટકાનો વધારો થયો હતો. હવે જો ભારત આ દરે આગળ વધતું રહેશે તો તેને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં લગભગ 400 વર્ષ લાગશે. કોવિડ પછી એટલે કે વર્ષ 2021-22માં ભારતનો વિકાસ 9.2%ના દરે થયો હતો. આ દરે, ભારતને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં લગભગ 650 વર્ષ લાગશે.

આર્થિક સર્વેક્ષણ 2022-23 મુજબ ભારતની અર્થવ્યવસ્થા રોગચાળામાંથી બહાર આવી છે અને આગામી નાણાકીય વર્ષ 2023-24માં અર્થતંત્ર 6% થી 6.8% ની વચ્ચે રહેવાની ધારણા છે. 2047 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે, ભારતે દર વર્ષે 14 ટકાના દરે વૃદ્ધિ કરવાની જરૂર છે.

ભારતની જીડીપી વૃદ્ધિની આગાહી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના એક સંશોધન પત્રમાં દાવો કર્યો કે, નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર હાલમાં 6.7 ટકાથી 7.7 ટકા રહેવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, વિશ્વની તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે 6 ટકાથી 6.5 ટકાની વૃદ્ધિ એ ભારતીય અર્થતંત્ર માટે સામાન્ય છે. આવનારા દિવસોમાં અર્થતંત્રના મોરચે ભારતને ફાયદો મળી શકે છે. તેનું એક કારણ એ પણ છે કે ચીન નવા રોકાણની બાબતમાં ધીમું પડી રહ્યું છે.

ભારતની અર્થવ્યવસ્થા તમામ પડકારોને હરાવી રહી છે

IMFના ડેટા અનુસાર, ભારત અને બ્રિટનની અર્થવ્યવસ્થાને ડૉલરમાં જોઈએ તો માર્ચ ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થા 854.7 બિલિયન ડોલર હતી. જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા 816 અબજ ડોલર હતી. આ આંકડો કહે છે કે ભલે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ મંદી અને મોંઘવારીથી પીડિત હોય, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

ભારત માટે વર્તમાન પડકારો શું છે

ભારતીય અર્થતંત્ર હજુ પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આમાં રૂપિયામાં ઘટાડો અને અમેરિકાના વ્યાજદરમાં વધુ વધારો થવાની સંભાવના છે.

પડકારો છતાં ભારત આગળ વધ્યું

સ્ટોક માર્કેટ ટ્રેકિંગ કંપની કેડિયા કેપિટલના સંશોધનના વડા અજય કેડિયા કહે છે કે ભારતે કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ છતાં તેની અર્થવ્યવસ્થાનો વિકાસ ચાલુ રાખ્યો છે. આ સાબિત કરે છે કે ભારત સાચી દિશામાં છે.

સૌથી મોટી વાત એ છે કે જ્યાં પહેલા ભારતની છબી સમગ્ર વિશ્વમાં વિકાસશીલ અથવા પછાત દેશ તરીકે હતી ત્યાં હવે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. છેલ્લા દસ વર્ષમાં ભારતે જે પગલાં લીધાં છે, તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. 90ના દાયકામાં ભારત પાસે મર્યાદિત મુદ્રા ભંડાર હતા, પરંતુ આજે ભારત વિદેશી મુદ્રા ભંડારની બાબતમાં ચોથા નંબરે છે.

અજયે આગળ કહ્યું, જો તમે વિશ્વની વર્તમાન પરિસ્થિતિ પર નજર નાખો, તો તમને ખબર પડશે કે હાલમાં પશ્ચિમી દેશોની અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનો સીધો ફાયદો ભારતને મળ્યો છે. ભારતીય અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ તેમ છતાં માથાદીઠ આવકના મામલામાં પશ્ચિમી દેશોના સ્તરે પહોંચવામાં ઘણો સમય લાગશે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati