Fact Check : શું યુક્રેનના રાષ્ટ્રપતિએ ક્યારેય પણ રશિયન સૈન્ય સામે લડવા આર્મી યુનિફોર્મ પહેર્યો હતો ?

|

Feb 28, 2022 | 7:09 PM

ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ રાષ્ટ્રીય રાજધાની કિવમાં રહેવાનું વચન આપ્યું હતું, કારણ કે રશિયાએ યુક્રેન પર તેનું આક્રમણ સતત ચાલુ રાખ્યું હતું.

Fact Check : શું યુક્રેનના રાષ્ટ્રપતિએ ક્યારેય પણ રશિયન સૈન્ય સામે લડવા આર્મી યુનિફોર્મ પહેર્યો હતો ?
Fact Check: Did the President of Ukraine ever wear an Army uniform to fight the Russian Army ?

Follow us on

યુક્રેનના રાષ્ટ્રપતિ (Ukraine President) વોલોદીમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky) એ કિવ (Kyiv) માં રહેવાનું વચન આપ્યું તે પછી તરત જ, તેમની લશ્કરી ગણવેશમાં સજ્જ તસવીરો સોશિયલ મીડિયા પર ફરવા લાગી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ રશિયન સૈન્ય વિરુઘ્ઘ યુદ્ધમાં યુક્રેનિયન સૈન્યમાં જોડાયા હતા. ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ રાષ્ટ્રીય રાજધાની કિવમાં રહેવાનું વચન આપ્યું હતું, કારણ કે રશિયા (Russia) એ યુક્રેન (Ukraine) પર તેનું આક્રમણ સતત ચાલુ રાખ્યું હતું. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેનના નાટો સભ્યપદ અંગે યુરોપિયન નેતાઓના વેઘક મૌન અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

તેમના વીડિયો સંબોધન પછી તરત જ, તેમની લશ્કરી ગણવેશમાં સજ્જ હોવાની કેટલીક તસવીરો કથિત રીતે સોશિયલ મીડિયા પર ફરવા લાગી હતી. જે મુજબ તેઓ રશિયન સૈન્ય વિરુઘ્ઘ યુદ્ધમાં યુક્રેનિયન સૈન્યમાં જોડાયા હતા. જેને 33,000 થી વધુ વખત ફેસબુક પર શેર કરવામાં આવી છે. જેમાં આવી એક તસવીર નીચે કેપ્શન લખ્યું છે, “આ યુક્રેનના રાષ્ટ્રપતિ છે ઝેલેન્સકી. તેમણે યુક્રેનનું રક્ષણ કરવા માટે લડાઈમાં સૈનિકો સાથે જોડાવા માટે લશ્કરી ગણવેશ પહેર્યો. તે સાચા નેતા છે.”

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

 

અહીંયા વાસ્તવિકતા જો કે કંઈક અલગ જ છે. આ તસવીરો ભૂતકાળમાં લેવામાં આવી છે. જાણીતી આંતરરાષ્ટ્રીય ફોટો એજન્સી ગેટ્ટી ઈમેજીસ પરથી મળેલા ડેટા મુજબ, આ તસવીર ગત તા. 06 ડિસેમ્બર, 2021ના રોજ ડોનબાસમાં યુક્રેનિયન સૈન્યની ફ્રન્ટ-લાઈન પોઝિશન્સની ઝેલેન્સકીની મુલાકાતની જણાઈ રહી છે.

આ ઉપરાંત, ગત તા. 21 એપ્રિલ, 2021ના રોજ રોઇટર્સના અહેવાલમાં આવી બીજી તસવીર મળી હતી. આ અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ગત તા. 9 એપ્રિલ, 2021ના રોજ ડોનબાસ પ્રદેશમાં કરેલી એક અલગ મુલાકાતની હતી. યુક્રેનની સેના સાથે ડોનબાસ પ્રદેશની મુલાકાત લેતા ઝેલેન્સકીની ઇન્ટરનેટ પર કેટલીક અન્ય તસવીરો ઉપલબ્ધ છે. એક અઠવાડિયા પૂર્વે, તા. 17 ફેબ્રુઆરીના રોજ ઝેલેન્સ્કીએ ડોનેટ્સકમાં સરહદી સૈનિકોની મુલાકાત લીધી હોવાની તસવીરો પણ ઉપલબ્ધ છે.

અત્રે નોંધનીય છે કે, આ તમામ તસવીરોમાં, ઝેલેન્સ્કીએ યુક્રેનિયન સૈન્યનો યુનિફોર્મ નહીં પરંતુ માત્ર સેફટી ગિયર જ પહેર્યા હતા. અત્યારે સોશિયલ મીડિયા પર ફરી રહેલી રાષ્ટ્રપતિની આ તસવીરો અને તેની સાથે જોડાયેલો દાવો પણ ખોટો સાબિત થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની આ તસવીરો ઘણા સમય પૂર્વે લેવામાં આવી હતી.

 

આ પણ વાંચો – Russia-Ukraine Crisis: સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં કર્યો ફેરફાર, યુક્રેનથી આવતા ભારતીયોને છૂટ

આ પણ વાંચો – Delhi Riots: દિલ્હી હાઈકોર્ટે રમખાણ કેસમાં સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી અને અનુરાગ ઠાકુરને મોકલી નોટિસ, પૂછ્યું- કેસ કેમ નોંધવામાં ન આવે

Published On - 6:50 pm, Mon, 28 February 22

Next Article