દરેક છોકરાની ત્રણ ગર્લફ્રેન્ડ ! આ શહેરમાં એક પ્રેમિકા રાખનાર વ્યક્તિ શરમ અનુભવે છે, જાણો કારણ

છોકરા છોકરી વચ્ચેનો દર ઘટવાના કારણે ઘણી સામાજીક સમસ્યાઓ અને ગુનાઓ વધે છે. પરંતુ આજે અમે તમને એક એવા શહેર વિશે જણાવવા જઇ રહ્યા છે જ્યાં છોકરાઓનું પ્રમાણ ઓછું છે.

દરેક છોકરાની ત્રણ ગર્લફ્રેન્ડ ! આ શહેરમાં એક પ્રેમિકા રાખનાર વ્યક્તિ શરમ અનુભવે છે, જાણો કારણ
Every boy has three girlfriends ! Girls are ready to accept every demand due to shortage of boys in this city of China
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Nov 10, 2021 | 2:09 PM

કોઇ શહેર કે રાજ્યમાં છોકરીઓના ઓછા પ્રમાણ વિશે તો તમે સાંભળ્યુ જ હશે. છોકરા છોકરી વચ્ચેનો દર (Sex Ratio) ઘટવાના કારણે ઘણી સામાજીક સમસ્યાઓ અને ગુનાઓ વધે છે. પરંતુ આજે અમે તમને એક એવા શહેર વિશે જણાવવા જઇ રહ્યા છે જ્યાં છોકરાઓનું પ્રમાણ ઓછું છે. અહીં છોકરીઓની સામે છોકરાઓનું પ્રમાણ એટલું ઓછું છે કે એક છોકરાને પોતાનો બોયફ્રેન્ડ બનાવવા ત્રણ ત્રણ છોકરીઓ તૈયાર થઇ જાય છે.

ચાઈનીઝ શહેર ડોંગગુઆન (Dongguan City, China) અવારનવાર ખાસ કારણોસર સમાચારમાં રહે છે. ગુઆંગડોંગ પ્રાંતના આ શહેરમાં રહેતા લગભગ દરેક વ્યક્તિની એકથી વધુ ગર્લફ્રેન્ડ છે. કેટલાક વ્યક્તિની તો ત્રણ ત્રણ ગર્લફ્રેન્ડ છે. રિપોર્ટ અનુસાર, અહીં જે લોકોની એક જ ગર્લફ્રેન્ડ છે તેઓ શરમ અનુભવે છે. ઓછી ગર્લફ્રેન્ડ હોવાના કારણે પણ લોકો તેને ચીડવે છે. આનું સૌથી મોટું કારણ અહીંનો સેક્સ રેશિયો છે જે અન્ય જગ્યાઓથી તદ્દન અલગ છે.

2015ના એક રિપોર્ટ અનુસાર શહેરમાં દર 100 મહિલાઓએ 89 પુરુષો છે. વસ્તીની આ અસમાનતાને કારણે પુરુષોને ગર્લફ્રેન્ડ સરળતાથી મળી જાય છે પરંતુ મહિલાઓને બોયફ્રેન્ડ બનાવવા માટે છોકરાઓની કમી છે. મીડિયા સાથે વાત કરતા એક વ્યક્તિએ કહ્યું કે આ શહેરમાં નોકરી મેળવવી મુશ્કેલ છે પરંતુ ગર્લફ્રેન્ડ મેળવવી ખૂબ જ સરળ છે. જ્યારે રિપોર્ટ અનુસાર ફેક્ટરીમાં કામ કરતા એક વ્યક્તિ લી બિનને જણાવ્યું કે તેની 3 ગર્લફ્રેન્ડ છે અને તે ત્રણેય એકબીજા વિશે જાણે છે. લી સિવાય અન્ય લોકોની પણ એક કરતાં વધુ ગર્લફ્રેન્ડ છે.

તમને જણાવી દઈએ કે આ શહેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે જાણીતું છે. અહીં ઘણી છોકરીઓ કારખાનાઓમાં કામ કરે છે. લોકો કહે છે કે તેઓ સરળતાથી મિત્ર બની જાય છે કારણ કે તેઓ પોતે બોયફ્રેન્ડની શોધમાં રહે છે. આ છોકરીઓ મોટેભાગે છોકરાઓની બધી શરતો માની લે છે અને તેમનો ખર્ચ ઉઠાવવામાં પણ પાછળ નથી પડતી.

આ પણ વાંચો –

Virtat Kohli: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો, વિરાટ કોહલી જલ્દી થી T20 ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરશે, ટીમમાં જૂથબંધ હોવાનુ ગણાવ્યુ કારણ

આ પણ વાંચો –

Garlic For Winter: લસણ બચાવશે તમને શિયાળાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી, જાણો અમુલ્ય ફાયદા

આ પણ વાંચો –

અફઘાનિસ્તાન પર 8 દેશોની NSAની બેઠક દિલ્હીમાં શરૂ, ડોભાલે કહ્યું આ વાતચીત અફઘાનિસ્તાનની સાથે સાથે પડોશી દેશો માટે પણ મહત્વપૂર્ણ છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati